પાદરામાં નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી
ગોપાલ ચાવડા પાદરા
પાદરામાં નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવીપાદરામાં નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી
પાદરા પોલીસ સહિત જિલ્લાની અલગ અલગ એજન્સીઓ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ફ્લેગ માર્ચ માં હાજર રહ્યા હતા એસઓજી ,એલ.સી.બી જી આર ડી હોમગાર્ડ સહિતના પોલીસ વિભાગની અલગ અલગ એજન્સીઓ ને સાથે રાખી પાદરાના ગોવિંદપુરા નવા એસટી ડેપો ફુલબાગ જકાતનાકા પાણીની ટાંકી ટાવર વિસ્તાર સહિતના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર આવતીકાલથી શરૂ થતા નવરાત્રીના તહેવારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પાદરા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કર્યું છે પાદરામાં જાહેર જગ્યાઓ પર થતા ગરબા બહાર પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમા કેટલાક તત્વોએ પાદરાની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કર્યો હતો જેથી જિલ્લા પોલિસ કોઈ જોખમ લેવા તૈયાર નથી