ગોપાલ ચાવડા પાદરા
પાદરા તાલુકાના મોભા ગામે આજરોજ ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા નાં હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો
પાદરા થી જંબુસર કેનાલ પર કેટલીક જગ્યાઓ પર માર્ગ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો હતો ત્યારે ખેડૂતો તેમજ અવરજવર કરતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી સાથે સમગ્ર બાબતે ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ આ માર્ગ પર રોડ બનાવવાની મજૂરી મળતા રણુ થી વળદલા ની વચ્ચે કેનાલના કાચા રસ્તા ને જોડતો પાકો રસ્તો તેમજ કેનાલની પેરાફીટ ઊંચી કરવાનું આજરોજ ખાતમુરત કરવામાં આવ્યું હતું યોજાયેલા કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ પ્રવીણ સિંધા સહિત મહિલા મોરચાના હોદેદારો તાલુકા પંચાયત પ્રમુખ, ઉપ પ્રમુખ લોમેશ્ પંડ્યા, માજી ભાજપ તાલુકા મહા મંત્રી અજય પંડ્યા , જિલ્લા પંચાયત સદસ્યો જિલ્લા મંત્રી પ્રતાપ પઢીયાર,,સાથે તમામ હોદ્દેદારો તેમજ સરપંચ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે શાસ્ત્રોક વિધિ અનુસાર આ માર્ગનું ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા દ્વારા ખાતમુરત કરવામાં આવ્યું હતું