પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જનસેવા સંસ્થાન દ્વારા ચાલી રહેલા શ્રીરામ હિન્દુ કૌશલ્ય કેન્દ્રમાં મહિલાઓની સીવણ ક્લાસની પ્રથમ બેચ પૂર્ણ થતા 50 બહેનોને પ્રમાણપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો અને બીજી બેચના બહેનોને આવકારવાનો કાર્યક્રમ યોજાયો
વડોદરા મહિલા પોલિસ સ્ટેશન ના પીઆઇ જીનલ દેસાઈ, લૂપીનના હેડ અલ્પેશ પટેલ , અગ્રણી વેપારી ધનેશ ભાઈ સાહ, સેજાકુવા સ્કૂલનાં મંત્રી વિનોદ ભાઈ અમીન ના હસ્તે પ્રમાણ પત્ર અર્પણ થયા
વિશ્વ હિન્દુ પરિષદ, અને ભારતીય જનસેવા ના પદાધિકારીઓ દ્વારા સુંદર આયોજન કરવામા આવ્યુ
80થી વધુ બહેનો હાજર રહ્યાં
આ પ્રસંગે પી આઈ ઝીનલ દેસાઈ દ્વારા બહેનોને સખ્ત મહેનત કરી આગળ આવવા પ્રેરણા આપી હતી અને કુટુંબ અને દેશ માટે આગળ આવી સેવા કરવા જણાવ્યું હતુ જ્યારે કૌશલ્ય કેંદ્ર ના મંત્રી જીગર પંડ્યા યે શ્રી રામ હિન્દુ કૌશલ્ય કેંદ્ર ની કામગીરી વિવિઘ સેવાઓ પાદરા કેન્દ્ર માં ચાલી રહી છે તેની માહિતી આપી શા માટે પ્રારંભ કર્યો તે જણાવ્યું હતું જ્યારે લૂપીનના હેડ અલ્પેશ પટેલ દ્વારા બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા અને શિખવામાટે ધગસ અને ધીરજ રાખશો તો સારું પરીણામ મળશે આ કાર્યક્રમમાં બેઝિક સીવણ કલાશ ના 50 બહેનોનો પ્રમાણ પત્ર આપવામા આવ્યા હતાં નવા પ્રવેશ તા બહેનોને ચોપડા આપવામા આવ્યા હતા
સંસ્થાના કાર્યકારી પ્રમુખ ગોપાલ ચાવડાએ આ સુંદર કાર્યક્રમનું આયોજન કરાવ્યું હતું સ્ટેજ સંચાલન રાજેશ ભાઈ અમીન દ્વારા કરવામાં આવ્યું હતું જયારે આભાર વિધિ અશ્વિન ભાઈ પટેલે કર્યું હતું