પાદરા ગોડાઉનમાં અપાયેલો ચણાનો 9,340 કિલોગ્રામ સરકારી માલ ફેલ
શહેર અને જિલ્લાના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ફળવાતા ચણાનો સરકારી જથ્થો લેબમાં ફેલ થયો જેના કારણે ચણાનું વિતરણ અટકાવાની ફરજ પડી છે પાદરા ના સરકારી ગોડાઉનમાં 9340 કિલોગ્રામ જથ્થો ફાળવવામાં આવ્યો હતો જેનું ક્રોસ વેરીફિકેશન કરવા માટે ગાંધીનગરની ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં સેમ્પલ મોકલવામાં આવ્યા હતા અને ટેસ્ટીંગ કરાવવામાં આવ્યું હતું જેનો રિપોર્ટ ફેલ આવ્યો છે ઉલ્લેખનીય છે કે સરકારમાંથી કોઈપણ અનાજ કઠોળનો જથ્થો આવે ત્યારે તેનું ગાંધીનગરની લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાય છે અને એ પછી જ વડોદરા જિલ્લાને જથ્થાની ફાળવણી કરાય છે ફાળવેલા જથ્થાનું સીધેસીધું વિતરણ ન કરતા વડોદરા જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા તેનું ક્રોસ વેરીફિકેશન કરવા માટે ફરી લેબોરેટરીમાં સેમ્પલ મોકલ્યા હતા જ્યાં ચણા નો 9,340 kg નો જથ્થો ક્રોસ વેરીફિકેશનમાં ફેલ બહાર આવ્યો છે વડોદરા જિલ્લાને ફાળવણી કરતા પહેલા યોગ્ય રીતે ટેસ્ટ કરાયું હોય તો પછી પાદરામાં જથ્થો ફેલ કેમ આવ્યો તે ચર્ચાએ ભારે જોર પકડ્યું છે