ગોપાલ ચાવડા પાદરા
*શિક્ષણ, સંસ્કાર અને વ્યવહાર નું ત્રીવેણી જ્ઞાન મેળવતી બી એ પી એસ ની વડોદરા ની બાળાઓ*
=========
બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ચાલતી અનેકવિધ પ્રવૃત્તિઓ પૈકી ની એક એવી બાલ બાલિકા પ્રવૃત્તિ. ઉંમર વર્ષ ૮ થી ૧૪ વચ્ચે ના બાલ બાલિકા ઓ કેવળ અભ્યાસ અથવા આધ્યાત્મિક જ્ઞાન મેળવી ને સંતોષ માને તે પ્રવર્તમાન સમય માં બિલકુલ સ્વિકાર્ય ના હોય શકે. આ માટે જ સંસ્થા દ્વારા ગત રવિવારે બાળકો ને તથા આજરોજ બાલિકા ઓ ને પોલીસ સ્ટેશનો ની રૂબરૂ મુલાકાત કરાવી સામાન્ય કાયદા ની સુઝ અને સમજ સાથે પોલીસ ડરાવવા માટે નહીં પણ સમાજ ના રક્ષણ માટે સદૈવ કાર્યરત છે તે ચરિતાર્થ કરાવવા માટેવડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો ની મુલાકાત સંસ્થા ની પાંચસોથી વધુ બાળાઓ એ કરી ને ધન્યતા અનુભવી સામાન્ય જ્ઞાન માં વૃધ્ધી કરી ભવિષ્ય માં ભણ્યા પણ ગણ્યા નહીં જેવી સંભવિત શક્યતા ને દૂર કરી હતી. વિવિધ પોલીસ સ્ટેશનોમાં આજરોજ બાળાઓ એ પોલીસ સ્ટેશનના તમામ વિભાગો ની હાજરી પોલીસ કર્મી પાસે થી માહિતી પણ મેળવી હતી. ઉલ્લેખનીય છે કે તમામ પોલીસ સ્ટેશનો માં કુતુહલ વશ બાળાઓ ને સ્થાનિક અધિકારીઓ/કર્મચારીઓ એ પણ ઉત્સાહ પૂર્વક સમજ આપી હતી.