પાદરા ગોપાલ ચાવડા
પાદરા નગર નાગરિક બેંકની વાર્ષિક સામાન્ય સભા મળી જેમાં અનેક મુદ્દોઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી, નાગરિકો તરફ થી અનેક સૂચનો પણ કરવામાં આવ્યા હતા પૂર્વ મેનેજર દ્વારા બેંક કરવામાં આવેલ ગેરીરિતી અંગે બેંક દ્વારા કાનૂની કાર્યવાહી કરવાની ચર્ચા કરવામાં આવી હતી
પાદરા નગર નાગરિક બેંકની વાર્ષિક સામાન્ય સભા પાદરાના દિનેશ હોલ ખાતે મળી હતી સભાની શરૂઆતમાં બેંકના પ્રમુખ શ્રી સ્વ. કાલિદાસ અંબાલાલ ગાંધી નો અવસાન થતાં તેઓને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી હતી
મળેલી મીટીંગ માં સભાસદો ની હાજરી માં પાદરા નગર નાગરિક બેંક ના પ્રમુખ બાબુભાઈ ગાંધી તેમજ બેંક બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની હાજરી માં વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી જેમાં અનેક મુદ્દાઓ પણ ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં આ વર્ષ થી સભાસદ ના મૃત્યુ બાદ મૃત્યુ સહાય પેટે રૂ.5 ની હાજર ની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી હતી, અનેક મુદ્દાઓ પર નાગરિકો એ ધારદાર રજૂઆત પણ કરી હતી, જ્યાં ડીરેકટર સંજય પટેલ દ્વારા ડિવિડન્ડ ના બદલે ઉપયોગી ગિફ્ટ આપવા માટે ની ખાસ રજૂઆત કરી હતી તેમજ અનેક મુદ્દાઓ ની બેંક માં રજૂઆત કરવામાં આવી સાથે બેંક ને નુકશાન કરનાર પૂર્વ મેનેજર સામે કાનૂની કાર્યવાહી ની માંગ પણ કરી હત
અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કર્યા બાદ પૂર્વ મેનેજર સામે કાનૂની કાર્યવાહી માટે સભા માં બહાલી આપવામાં આવી હતી