.પાદરા ની ઝેન સ્કૂલ દ્વારા રાત્રિ આફ્ટર નવરાત્રી મહોત્સવ
પાદરાની ઝેન સ્કૂલમાં શાળાના મેનેજમેન્ટ દ્વારા તા. ૨૯/૧૦/૨૦૨૩ ના રોજ મામા પાર્ટી પ્લોટ માં “રાત્રી આફ્ટર નવરાત્રી” નું આયોજન કર્યું હતું.
ઝેન સ્કૂલ ના બધાજ અભિગમ બાળકોના સર્વાંગી વિકાસ અભિલક્ષી હોય છે. જેમાં સંસ્કૃતિ અને સાયન્સ ના સમન્વય થી બાળકો ને સશક્ત ગ્લોબલ સિટીઝન તરીકે તૈયાર કરવામાં આવે છે.
ગરબા નું મહત્વ સમજાવતા તેમને જણાવ્યું કે ગરબામાં મૂકવામાં આવતો ગર્ભદીપ એ માતાની ગોદમાં બાળક સુરક્ષિત છે અને સૂચક છે નવરાત્રિ મહાપર્વનું ધાર્મિક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક અને આર્થિક મહત્વ જેટલું છે તેના કરતાં અનેક ગણું વધારે ‘નારીશક્તિ’નું મહત્વ છે. આદિશક્તિ અણુ-અણુમાં વ્યાપ્ત થઈ સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરે છે. નારીશક્તિ પણ આદિશક્તિનો જ એક અંશ છે
તન મનથી ભક્તિ અને શક્તિની આરાધનાનું આ સુંદર પર્વના આયોજનમાં ઝેન સ્કૂલના સૌ વિદ્યાર્થી ઓએ ખૂબ હોશે હોશે ભાગ લીધો હતો. તદુપરાંત વ્યવસાયિક કળાને પ્રોત્સાહન આપવા બાળકો દ્વારા ફૂડ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું તથા બાળકો, શિક્ષકો તથા ફૂડ સ્ટોલ ધારકો માટે વિવિધ પુરસ્કારોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.