ગોપાલ ચાવડા પાદરા
બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ, અટલાદરા પ્રાયોજિત તબીબી આધ્યાત્મિક પરિષદમાં 500થી વધુ તબીબો ચાણસદ ખાતે સંમિલિત થયા
પ.પૂ પ્રમુખ સ્વામી મહારાજ ના પ્રાગટયભૂમિ પાદરાના ચાણસદ ખાતે યોજાયેલ તબીબી આધ્યાત્મિક પરિષદ માં ધર્મ અને વિજ્ઞાન એકબીજાના પ્રતિસ્પર્ધી નહીં પરંતુ એકબીજાના પૂરક છે આ સિદ્ધાંત મુજબ બીએપીએસ સંસ્થા દ્વારા ખાતે છેલ્લા બે દાયકાથી કાર્યરત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા રવિવારે સાંજે પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે પ્રાયોજિત તબીબી આધ્યાત્મિક પરિષદમાં શહેરના ૫૦૦ થી વધુ તબીબો અને તબિબ ક્ષેત્રે અભ્યાસ કરતા ૧૫૦ પણ વધારે ભાવિ તબીબોએ ભાગ લીધો હતો વર્ષોની પરંપરા અનુસાર યોજાતી આ પરિષદની શૃંખલામાં 15 મી આ પરિષદમાં સંસ્થાના ડોક્ટર જ્ઞાન વત્સલ સ્વામીજીએ દર્દીઓને અવિરત સંભાળ યંત્રવત જીવનશૈલી વગેરે પરિબળોના કારણે ખુદ તબીબો પણ તનાવગ્રસ્ત ના થાય તે માટે હીલિંગ હીલર્સ વિષય વક્તવ્ય દ્વારા દૈનિક જીવનમાં આધ્યાત્મિકતા વ્યવસાયિક અને પારિવારિક જીવનમાં સંતુલન યોગાસન અપનાવી તેના યુક્ત જીવન જીવવાની કળા સમજાવી હતી. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાથે 45 વર્ષ વિચરણ કરનાર સંસ્થાના સદગુરુ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી એ શાસ્ત્રોના વાક્ય વૈદો નારાયણ હરિને સરળ ભાષામાં સમજાવતા જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિની ગંભીર બીમારી વખતે કહેવાય છે કે એમને હવે દવા અને દુઆ બંનેની જરૂર છે એ જ વૈદો નારાયણનો હરિ છે