ગોપાલ ચાવડા પાદરા
પાદરામાં દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે સાધન સહાય રજીસ્ટર કેમ્પ નું આયોજન ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું
પાદરામાં મંગળવારના રોજ પ્રમુખસ્વામી હોલમાં ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ દ્વારા ઝાલા દ્વારા દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે સાધન સહાયનો રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન દ્વારા છેલ્લા ઘણા સમયથી દિવ્યાંગો માટે વિશેષ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે જેમાં પાદરા ધારાસભ્ય પણ આ જ ગતિવિધિમાં ઉમેરો કરતા તેઓએ પાદરાના પ્રમુખસ્વામી હોલમાં મંગળવાર ના રોજ દિવ્યાંગો માટે અને વરિષ્ઠ નાગરિકો માટે જરૂર પડતા સાધનોનો રજીસ્ટ્રેશનનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અલગ અલગ પ્રકારના સાધનો જે અમુક ઉંમર થતાં જરૂર પડતી હોય છે. શરીર સાથ ન આપતું હોય ત્યારે અથવા તો બીમારીની અવસ્થા દરમિયાન એ સાધનોને ફરજિયાત ઉપયોગ કરવો પડતો હોય છે ત્યારે તેવા સાધનોના રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોર્પોરેટરો હોદ્દેદારો હાજર રહ્યા હતા આ કાર્યક્રમ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ગુજરાત રિફાઇનરી ,તથા જિલ્લા વહીવટ તંત્ર અને ભારત કૃત્રિમ અંગ નિયામક કેન્દ્રના સંયુક્ત ક્રમે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દિવ્યાંગોયે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ધારાસભ્યયે દિવ્યાંગોને રૂબરૂ મળ્યા હતા તેઓના ખબર અંતર પૂછ્યા હતા તેઓને શું પરિસ્થિતિ છે તેની ચર્ચાઓ કરી હતી અને આ કાર્યક્રમમાં બે દિવ્યાંગોને પોતાની યોગ્યતા ના આધારે નોકરીઓ પણ લેવડાવ્યા હતા આમ પાદરામાં ધારાસભ્યએ દિવ્યાંગો માટે આ બીજો શિબિર યોજ્યો હતો જેમાં વધુમાં વધુ દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોએ લાભ લીધો હતો