ગોપાલ ચાવડા પાદરા
પાદરામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રીરામ જન્મભૂમ નો ફોટો તથા નિમંત્રણ પત્રિકા અભિયાન પ્રારંભ થયો
========
1થી 15તારીખ સુધીમાં તાલુકાના 100ગામો અને નગરનાં 7વૉર્ડ માં ઘરે ઘરે અક્ષત અને રામ મંદિરનાં ફૉટા નિમંત્રણ પત્રિકા પહોંચશે
=======
પાદરા નગરમાં ૮૦૦થી વધુ બહેનો ગલી ગલી માં જઈને અક્ષત અર્પણ કરી નિમંત્રણ આપી રહયાં છે નગર અને તાલુકા સહિત ૧૦૦૦ કાર્યકર્તાઓ નિમંત્રણ અભિયાનના કામે લાગ્યા છે
છેલ્લાં પાંચ દિવસ થી ઘરે ઘરે ભાઈઓ બહેનો અલગ અલગ ગામોમાં અને પાદરા નગરના તમામ વોર્ડમાં આ સાહિત્ય અક્ષત સહિત પ્રસ્થાન થયું છે રવિવારના રોજ ગાયત્રી મંદિરના કાર્યાલય ખાતે પાદરા નગરના ચાર વોર્ડના વિવિધ ધાર્મિક ભજન મંડળની બહેનો દ્વારા ગાયત્રી મંદિરથી કળશ લઈ અને પોતપોતાના વોર્ડની અંદર રામધુન સાથે ભજન કીર્તન સાથે બહેનો નીકળ્યા હતા ત્યારે વાતાવરણ એકદમ ધાર્મિક ,આધ્યાત્મિક વાતાવરણ થઈ ગયું હતું અને તેના દ્વારા જબરદસ્ત જાગૃતિનો સંદેશ આપ્યો હતો એ જ પ્રકારે ગ્રામ્ય વિસ્તારોમાં પાદરા તાલુકામાં 10 મંડળ વિસ્તારોમાં કાર્યકર્તાઓ પોતપોતાના ગામોથી ગાયત્રી મંદિરે આવ્યા હતા જ્યારે કેટલાક મંડલોમાં કાર્યકર્તાઓએ ત્યાં પોતાના સ્થળ ઉપર સાહિત્ય પહોંચાડ્યું હતું અને પાદરા તાલુકાના સો ગામ અને પાદરા નગરના સાત વોર્ડ દીઠ કુલ ૧૪હજાર ઘરો નો અને તાલુકાના ગામોના 60,000 થી વધુ ઘરોમાં નિમંત્રણ આપવાનું શરુ થયું છે શ્રી રામ જન્મભૂમિ મંદિર પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે લોકોમાં ભારે ઉત્સાહ છે એના દ્વારા આગામી 22મી જાન્યુઆરીએ જ્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે પાદરાના તમામ મંદિરોની અંદર આ કાર્યક્રમમાં થશે સવારમાં 11 થી 1 એ જ પ્રકારે પાદરા ગ્રામ્ય વિસ્તારના પણ દરેક ગામે ગામના મંદિરોની અંદર આ ભવ્ય કાર્યક્રમ હનુમાન ચાલીસા રામ ધૂન ,પાઠ વિષ્ણુ સહસ્ત્રનામ વગેરે અનુષ્ઠાનો થશે અને જ્યારે અયોધ્યા આરતી થશે ત્યારે પાદરાના મંદિરોમાં મહા આરતી યોજાશે અને ત્યારબાદ પ્રસાદ ના કાર્યકમો થશે પાદરા નગરમાં મુખ્ય કાર્યક્રમ ગાયત્રી મંદિરમાં, સંતરામ મંદિરમાં, ખત્રી મહારાજ ગોવિંદપુરા, સ્વામિનારાયણ બીએપીએસ મંદિર, રામ દ્વારામંદિર ગાંઘી ચોક, ત્રિકમજી મંદિર ,યોજાશે ઉપરાંત તમામ મંદિરોમાં આ આરતી , રામધૂન નાં કાર્યક્રમો યોજાશે અલગ વિસ્તારના રામભક્તો દેશભક્તો એ મંદિરમાં સહભાગી થઈ અને શ્રી રામ જન્મભૂમિ પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉત્સાહભેર ધાર્મિક ભાવના સાથે જોડાશે અને કાર્યક્રમ સફળ કરશે જેમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા ૨૨તારીખે ક્યાંય શોભાયાત્રા, ડીજે, રેલી કાઢવાનો કાર્યક્રમ યોજવાનો નથી મંદિરોમાં લોકોને જોડવાનો કાર્યક્રમ યોજશે પ્રકારની યોજના પાદરા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા યોજના બની છે જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ , વિશ્વહિન્દુ પરિષદ, ભારતીય કિસાનસંઘ , વિદ્યાર્થી પરિષદ, રાષ્ટ્રીય સૈક્ષિક્ સંઘ આમ તમામ કાર્યકર્તાઓ કામે લાગેલા છે અને સમગ્ર કાર્યક્રમને સફળ કરવા માટે લાગી ગયા છે