પાદરા ગોપાલ ચાવડા
પાદરામાં શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા મહિલા શકિત મહિલા સંમેલન યોજાયું
૪૦૦થી વધુ બહેનોએ ભાગ લીધો
દક્ષિણ ગુજરાત પ્રાંત નાં માતૃ શકિત સંયોજીકા જયશ્રી બેન દ્વારા રામ જન્મ ભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નાં કાર્યક્રમોની વિગતે માર્ગદર્શન આવ્યુ
____
અયોધ્યાજીમાં ભગવાન રામલલાના ભવ્ય મંદિર નું નિર્માણનું કાર્ય પ્રારંભ થયું છે આ અનુસંધાને સમગ્ર દેશભરમાં સંઘ પરિવાર ની ભગીની સંસ્થાઓ વિશ્વહિન્દુ પરિષદ, બજરંગદળ, દુર્ગાવાહિની સહિત તમામ ક્ષેત્રો દ્વારા આગામી ૧ જાન્યુઆરીથી 15મી જાન્યુઆરી ઘરે ઘરે સંપર્ક કરી પૂજીત અક્ષત ભગવાન રામનો ફોટો અને નિમંત્ર પત્રિકા આપવાનું અભિયાન શરૂ થયું છે તે અંતર્ગત પાદરામાં પણ મહિલાઓ મોટી સંખ્યામાં આ કામમાં સહભાગી થાય અને ઘરે ઘરે જઈને નિમંત્રણ આપવા અભિયાનમાં જોડાઈ એ માટે માતૃશક્તિ સંમેલનનું આયોજન ગાયત્રી મંદિર ખાતે રવિવારે 24 તારીખે બપોરે ત્રણ કલાકે યોજાયુ હતું જેમાં વિશ્વ હિન્દુ પરિષદ ના માતૃ શક્તિ, દુગાવાહિની ની બહેનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 450 સુધી વધુ સંખ્યામાં પાદરાના અલગ અલગ મંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં દક્ષિણ ગુજરાત પ્રાંતના સંયોજીકા જ્યોતિ બેને સમગ્ર શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ છે એનું વિવરણ કર્યું હતું અને સાથે જણાવ્યું હતુકે પરિવારમાં ટીવી માં આવતી અનેક સિરિયલો પરિવારોને તોડવાનું કામ કરેછે બહેનો બાળકો પજવે નહી તે માટે મોબાઈલ હાથમાં આપી દે છે જે ભવિષ્ય માં બાળકો નો માનસિક વિકાસ અટકાવશે અને વિકૃત કરશે ઉપરાંત મહિલાઓ માટે હિન્દુ સમાજનું સંગઠન કેટલું અગત્યનું છે તે વાત સમજાવી હતી સાથે આગામી કાર્યક્રમોની માહિતી આપી હતી દક્ષિણ ગુજરાત પ્રાંતનાદુર્ગા વાહિની સંયોજિકા પલ્લવીબેન બેન પરમાર કાર્યક્રમનુ સંચાલન કર્યુ હતુ દક્ષિણ ગુજરાત પ્રાંતના સહ માતૃમહિલા સંયોજિકા પ્રીતિ બેન ગોસ્વામી તથા વડોદરા વિભાગ માતૃ મહિલા સંયોજીકા જયશ્રી બેન પટેલ વિશેષ હાજર રહ્યા હતા જેમાં કાર્યક્રમના અધ્યક્ષ ગીતાબેને જીજ્ઞેશ ભાઈ ચોકસી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગામી શનીવાર ૩૦ડિસેમ્બર નાં રોજ બપોરે ૩ કલાકે પાદરા નગરના બહેનોની બેઠક રાખી છે તેમાં નગર આયોજન કરવામાં આવશે કાર્યક્રમને સફલ કરવાં ઈન્દુબેન કાછિયા
શોભના બેન પટેલ, પ્રવિણા બેન પટેલ , સાવિત્રી બેન, રશ્મિકા બેન, સહિત બહેનો કામે લાગ્યા હતા