પાદરા , ગોપાલ ચાવડા
પાદરાના એકલબારા ની ઑનેરો લાઇફ કેર પ્રા. લી. કંપનીઓમાં આજે બુધવારે બપોરે એમ ઇ પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો
આ બનાવમાં ૩ કામદારોના મોત થયા હતા ક્યારે એક ને ગંભીર ઇજાઓ થઈ હતી
આ બનાવમાં ૪ કામદારોને ગંભીર ઇજાઓ થઇ હતી જેમના નામ
ઠાકોર રયજી પરમાર કિંખલોડ
રમેશ ગણપત પઢીયાર, નવાપુરા બિલ્પાડ
નરેદ્ર કનુ સોલંકી સારોલ
મયૂર એલ પરમાર મહુવડ
ચાર વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થવા પામી હતીજે માં ત્રણ કામદારોના મૃત્યુ થયાં છે મળતી માહિતી પ્રમાણે પાદરા અને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરેલ હતા જ્યા ત્રણ ને ફરજ ઉપર ના તબીબોએ મૃત જાહેર કર્યાં હતાં અને એક પાદરાના ડભાશાની ખાનગી હોસ્પિટલમાં સારવાર નીચે છે જેમાં પોલિશ, મામલતદાર ,
તંત્ર દોડી આવ્યું હતુ અને તપાસ શરુ કરી છે આ બનાવ બનતાં મોટી સંખ્યામાં આસપાસનાં વિસ્તારો નાં લોકો દોડી આવ્યા હતા
અને કર્મચારીઓમાં અફડાતફડી મચી જવા પામી હતી આ બનાવની જાણ પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ને માહિતી મળતા કંપની માં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જાત માહિતી લીધી હતી અને મૃતકોના સગા સબંધી પણ કંપનીમાં દોડી આવ્યા હતા
અત્રે ઉલેખનીય છે કે કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે વર્ષમાં બે થી વધૂ વખત અકસ્માતના બનાવો આ કંપનીનાં બને છે છતાં કોઇ નક્કર પગલાં લેવાતાં નથી