ગોપાલ ચાવડા
પાદરામાં વડોદરા ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે પાદરાના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીલારીઓ અને હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
વડોદરા ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આજે એક ટીમ બનાવી ફૂડ એન્ડ ડ્રગ ચેકિંગ વેન સાથે પાદરા ના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સેમ્પલ લેવામાં આવ્યા છે પાદરા ના ફૂલબાગ જકાત નાકા નવા એસટી ડેપો પાદરા સરદાર પટેલ માર્કેટ નાની માર્કેટ અને મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અલગ અલગ સેમ્પલો લેવામાં આવ્યા છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડતા ,લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતાં વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મળતી વિગતો અનુસાર આવનારા સમયમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી વડોદરા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પાદરામાં ચેકીંગ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે દેશ અને રાજ્યમાં અનેક ઠેકાણે ખાદ્ય પદાર્થ માં ભેળશેડ કરી ટૂંકા માર્ગે લાખોપતિ થવા ના સપના રાખતા લોકો દ્વારા ખુબજ મોટા પાયે ભેડશેળ થઈ રહ્યું છે અને લોકોની જિંદગી સાથે ખેલ ખેલી રહ્યાં છે ત્યારે ફૂડ વિભાગ સતત આવી પ્રવૃત્તિ કરનારા સામે વિશેષ પગલાં લે તેવી અપેક્ષા રાખી રહ્યા છે