પાદરા ગોપાલ ચાવડા
,પાદરા કાછિયા પટેલ પ્રગતિ મંડળની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં કાછિયા પટેલ કેળવણી મંડળ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનો પણ સન્માન કરવામાં આવ્યું હતું
શનિવારના રોજ પાદરાના દિનેશ હોલ ખાતે આગ્રા કાચા પટેલ પ્રગતિ મંડળની સામાન્ય સભા સાંજે 5:00 યોજાઇ હતી જેમાં કાછિયા પટેલ દ્વારા સમાજના તેજસ્વી તારલા ઓનો સન્માન સમારંભ પણ ગોઠવાયો હતો આ કાર્યક્રમમાં પાદરાના સંતરામ મંદિરના મહંત પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજ તથા સમાજના સહુ આગેવાન નો ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો નો શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા તથા
આ કાર્યક્રમના દાતાઓ દિપકભાઈ ગાંઘી હાજર રહ્યા હતા ઉપરાંત પાદરા નગર નાગરિક બેંકના ચેરમેન ગાંઘી બાબુભાઈ, દિલીપભાઈ ઘડિયાળી ,પરેશભાઈ ફાઇનલ ચોઇસ વાળા, ચોક્સી મિતેશભાઈ ગાંધી , જેઠાભાઈ ગાંઘી રામ , હરીશ જી ગાંઘી સહીત અનેક અગ્રણીઓ હાજર રહ્યાં હતાં
આ કાર્યક્રમમાં નોકરીમાંથી નિવૃત થનાર વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતુ જ્યારે અભ્યાસમાં પ્રાથમિક થી ઉચ્ચતર અભ્યાસમાં શ્રેષ્ઠ આવેલ બાળકો, યુવાનો, યુવતીઓ, નુ મુખ્ય મહેમાનો દવારા ટ્રોફી સુંદર ટ્રાવેલ બેગ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ
જ્યારે સહું કાર્યકારિણીની ના સદસ્યોનું દિલીપ ભાઈ ઘડિયાળી દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યુ હતું,કાર્યક્રમ ની તારીખે બે અગ્રગણ્ય પરેશ ઘનશ્યામ ભાઈ ગાંઘી અને નરેન્દ્ર મોદી નો જન્મ દિવસ હોય કેક કાપીને જન્મ દિવસ ઉજવ્યો હતો
આમ આ કાર્યક્રમ બે મહીના અગાઊ હતો પરંતું ભારે વરસાદ ની આગાહીના કારણે સ્થગિત કર્યો હતો અને નવરાત્રી બાદ રાખ્યો હતો પરંતુ વરસાદે આ કાર્યક્રમનો પીછો છોડ્યો ન હતો અને અચાનક વરસાદ આવતા કાર્યક્રમ ટુકાવવો પડ્યો હતો
અંતે સહુએ પ્રીતિ ભોજન લીધું હતુ