પાદરા , ગોપાલ ચાવડા
માતૃરક્ષા ન્યૂઝ ઇમ્પેક્ટ
પાદરાના ગોવર્ધન કોમ્પલેક્ષ, શિવ શક્તિ કોમ્પલેક્ષ આગળના ગેરકાયદેસર દબાણો , નગર પાલિકાયે દૂર કર્યા
=======
પાદરા સરકારી હોસ્પિટલ બહાર નડતર દબાણો પણ પાલિકાએ દૂર કર્યા
માતૃ રક્ષા ન્યૂઝ દ્વારા સપ્તાહ પહેલા આ દબાણના સમાચાર પ્રસિધ્ધ કર્યા હતા
પાદરામાં સરકારી જમીન ઉપર બેફામ દબાણો વધી ગયા છે જેમાં શોપિંગ સેન્ટર ની આગડ પથારા, લારીઓ મૂકીને પાછળ લાખો રૂપિયા ખર્ચીને દુકાનો વેપારીઓ લેછે પણ આગળ આ પ્રકારે ગેરકાયદેસરના ધંધાકીય
દબાણો થતાં લોકો હેરાન પરેશાન થાય છે જેમાં પાદરાના પ્રવેશ દ્રાર ગોવિંદ પૂરા ખાતે આવેલ
ગોવર્ધન કોમ્પલેક્ષ અને શિવ શક્તિ કોમ્પલેક્ષ આગળના ભાગમાં સરકારી જમીન ઉપર ખાણી પીણી ની લારીઓ પથારા મૂકીને રોડ બ્લોક થઈ જાય ટ્રાફિક ને અડચણ થાય તેવી રીતે મોટા મોટા પથારા મૂકીને સવાર થી મોડી રાત સુધી ધંધા ચાલતા કોપલેક્સ નાં દુકાનદારો ના ગ્રાહકો પણ હેરાન પરેશાન થઈ ગયા હતા જેથી દુકાનદારો યે નગર પાલિકામાં આવેદન આપી દબાણો દુર કરવાની માગણી કરી હતી, જેમાં પાદરા નગર પાલિકા યે સોમવારે સવાર થી દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવતા રોડ ઉપરના તમામ દબાણો દૂર કર્યા હતા જેમાં લારી વાળાઓએ રક ઝક કરી હતી પણ પાલિકાએ નડતર રૂપ દબાણો દૂર કર્યા હતા તેજ પ્રકારે સરકારી હોસ્પિટલ બહાર પણ ગેરકાયદેસરના દબાણ દૂર કર્યા હતા આ અંગેના સમાચાર અઠવાડિયા અગાઉ માતૃ રક્ષા ન્યૂઝ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવતા પાદરા નગર પાલિકાએ સોમવારે નિર્ણય લઇને કાયૅવાહી કરી હતી