ગોપાલ ચાવડા પાદરા
પાદરામાં ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાના હસ્તે ૫૫૪ લાખ રૂપિયાના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
આ કાર્યક્રમમાં પાદરા નગરપાલિકાના પ્રમુખ મનિષાબેન પટેલ ઉપ પ્રમુખ ગૌરવ સોની કારોબારી ચેરમેન સચિન ગાંધી સહિત પાદરા નગરપાલિકાના તમામ સદસ્યો સહિત ભાજપનાં હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
પ્રાપ્તિ વિગતો અનુસાર પાદરાના 23 જેટલી અલગ અલગ સોસાયટીમાં રોડ રસ્તા અને પેવર બ્લોક મળી અંદાજિત 554 લાખ ના વિકાસ કાર્યોનું ખાતમુરત ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ના હસ્તે કરવામાં આવ્યું હતું જેની શરૂઆત આજરોજ પાદરાના રામેશ્વર મંદિર તેમજ વૈકુંઠધામ સોસાયટી સ્ટેશન વિસ્તાર અને તેની આજુબાજુના વિસ્તારોમાં ખાતમુરત કરી આ વિકાસ કાર્યોની શરૂઆત કરવામાં આવી હતી પ્રાપ્ત વિગતો અનુસાર આવનારા સમયમાં 23 જેટલી અન્ય સોસાયટીમાં પણ વિકાસના કાર્યો માટે નગરપાલિકાએ તૈયારી બતાવી છે ઉલ્લેખનીય છે કે આ તમામ ગ્રાન્ટ પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાના ગ્રાન્ટ માંથી પાદરા નગરપાલિકાને આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે જેના ભાગરૂપે સ્થાનિક સોસાયટીના રહીશોએ ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ને પુષ્પગુચ્છ નો હાર પહેરાવી સ્વાગત કર્યું હતું
જેમાં વિગત પ્રમાણે રોડ નુ કુલ કામ અંદાજિત રકમ ૬૦ લાખ, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જન ભાગીદારી અંતર્ગત પાદરા નગરની 23 સોસાયટીમાં પેવર બ્લોક બેસાડવા અને સીસી રસ્તો બનાવવાનું કામ અંદાજિત રકમ 211 લાખ રૂપિયા
15 માં નાણાપંચની ગ્રાન્ટ માંથી ગટર અને વોટર વર્કસ મશીનરી અંદાજ રૂપિયા ૮૦ લાખ
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંબાજી તળાવ પર સ્ટ્રીટ લાઈટ અંદાજ રકમ રૂપિયા 11લાખ
અમૃત બે ફુલબાગ ડેવલપમેન્ટ નું કામ અંદાજિત કામ ₹26, લાખ, સયાજી બાગમાં અંડરગ્રાઉન્ડ સંપ બનાવવાનું કામ અંદાજિત રકમ એકાનું લાખ રૂપિયા
સયાજી બાગમાં ડેવલોપમેન્ટ નું કામ અંદાજિત રૂપિયા 61 લાખ
દીપ મંગલ સોસાયટી થી પાદરા સ્ટેશન રોડ પાઇપ અંદાજિત રકમ ₹14 લાખ
આમ કુલ ૫૫૪ લાખના કામો નો પ્રારંભ થશે