*ગોપાલ ચાવડા પાદરા
પ્રમુખ સ્વામી મહારાજ ના ૧૦૨મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે બી એ પી એસ વિદ્યામંદિર અટલાદરા ના વિદ્યાર્થીઓ દ્વારા પદયાત્રા
વિશ્વ વંદનીય સંત વર્ય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ના તારીખ પ્રમાણે આજ રોજ ૭ ડીસેમ્બર ગુરૂ વારે ૧૦૨મા પ્રાગટ્ય દિવસે બી એ પી એસ વિદ્યામંદિર અટલાદરા ના ૮૫૦ છાત્રો અગીયાર કિલોમીટર ની પદયાત્રા કરી ચાણસદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ ના પ્રાગટ્ય સ્થાન પંહોચયા હતા. પૂજ્ય સંતો એ શાસ્ત્રોક્ત વિધિ થી પ્રસ્થાન કરાવેલ આ પદયાત્રા અઢી કલાકે ચાણસદ પંહોચી ત્યારે ત્યાં પ્રાગટ્ય સ્થાન માં એકાવન કેક અને એકાવન પ્રકારની ચોકલેટ મળી ૧૦૨ બાળકો ને પ્રિય વાનગીઓ નો અદભૂત અન્નકૂટ નિહાળી બાળકો અભિભૂત થયા હતા.