ગોપાલ ચાવડા પાદરા
પાદરા નગરપાલિકા દ્વારા વર્ષોથી બાકી પડતા કરવેરા વસુલાત માટે કડક હાથે પગલાં લેવાનું શરૂ કર્યું
________
બે કરોડ, બાર લાખ, ઓગંતિશ હજાર કરવેરા બાકી
_________
એક હજાર મિલકત ધારકોનેનોટીશ ફટકારી
_____૨૭૦પાણીના જોડાણ કાપ્યા
_______
૨૧૦મિલકતોના જપ્તી વોરંટ બજાવ્યા
_______
૩૭મિલકતોને શીલ મારી,૩૪ ને બોજા ની નોટિસ આપી
_
પાદરા નગર પાલિકાએ વર્ષોથી બાકી પડતા કરવેરા વશુલાત માટે કડક હાથે પગલાં લેવાનું ચાલુ કરેલ છે
જેમાં પ્રાદેશિક કમિશનરની કરવેરાની રીવ્યુ મિટીંગમાં આપેલા સૂચના મુજબ પાદરા નગરપાલિકા દ્વારા વેરાવસુલાત અંગે કડક પગલાં લેવાની પ્રારંભ કર્યો છે જેમાં 2023_ 24 ના વર્ષમાં પાદરા નગરપાલિકા દ્વારા કુલ બાકી રકમ જાહેર કરી છે જેમાં બે કરોડ 12 લાખ 29000 જેમાં નોટિસ ની સંખ્યા છે એક હજાર, પાણીના કનેક્શન કાપ્યા છે કુલ 270 ,અગાઉના જપ્તીના વોરંટ કર્યા છે 210, મિલકત સીલ કરી છે 37 ,જેમાં ત્રણ મિલકતની વસૂલાત થઈ છે બોજાની એન્ટ્રી નોટિસ 3૪ છે, જેની કાર્યવાહી શરૂ કરેલી છે પાણીના કનેક્શન કાપવા છતાં રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો તેઓના ગટર કનેક્શન પણ બંધ કરવા આવશે અને જરૂર જણાય તો મિલકત પણ સીલ કરવામાં આવશે કાપી નાખેલા પાણી ગટર કનેક્શન ચાલુ કરવા 1000 રૂપિયા વહીવટી ચાર્જ નગરપાલિકા વસુલ કરશે સીલી કરેલ મિલકતમાં બાકીદારોની યાદી સમાચાર પત્રોમાં તથા જાહેર નોટીસ બોર્ડ ઉપર પણ પ્રસિદ્ધ કરવામાં આવશે અને તેઓની રેવન્યુ રહે બાકી દારો ની મિલકત ઉપર બોજો દાખલ કરવામાં આવશે તથા મિલકતની જાહેર લીલામી કરી બાકી વસૂલ કરવામાં આવશે જેની જાહેર જનતાએ નોંધ લેવી તેવી આ પ્રકારે જાહેરાત કરી છે જે નાગરિકો ના કરવેરાની રકમ બાકી છે તેઓને ત્યાં ડોર ટુ ડોર કલેક્શનમાં ઢોલ નગારા સાથે ચાલુ મહિનામાં જ એટલે કે માર્ચ મહિનામાં જ વસૂલાત કરવામાં આવશે
આમ પાદરા નગરપાલિકાએ બાકી વેરા છે તેઓની સામે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે અને અનેક બાકીદારોના મકાનો દુકાનો વગેરેને સીલ મારી દેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે આ કાર્યવાહી થતાં કેટલાક બાકીદારોમાં ફફડાટ પણ આપી જવા પામ્યો છે અને એમાંના કેટલાક લોકોએ કરવેરા ભરવાનો પ્રારંભ પણ કર્યો છે અને બાકીના લોકોએ વેરા ભરપાઈ કરવા તજવીજ પણ આમતેમ કરીને ભરવા માટે હાથ ધરી છે આ પ્રકારની માહિતી નગરપાલિકા દ્વારા સાપડી રહી