ગોપાલ ચાવડા પાદરા
પાદરામાં શ્રધ્ધા ભક્તિ પૂર્વક ભગવાન જગન્નાથ ની નીકળેલી શોભા યાત્રા
==========
ભાઇઓ બહેનો યે રથને દોરીને યાત્રાનો પ્રારંભ કરાવ્યો માજી ધારાસભ્ય જસપાલ સિંહ પઢીયાર પૂજા અર્ચના કરી
===
પાદરા પીઆઈ વી એ ચારણ દ્રારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
==
પાદરામાં અષાઢી બીજ નાં દિવશે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા ભાઈ બલરામ ની રથમાં બિરાજમાન કરી રથ યાત્રા નગરમાં નિકળી હતી પાદરાના નવાપુરા સ્થિત રામેશ્વર મહાદેવ થી યાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળી તે પહેલા ત્રણેવ મૂર્તિઓને રથમાં બિરાજમાન કરવામાં આવી હતી આ પ્રસંગ પાદરાના માજી ધારાસભ્ય જસપાલ સિહ પઢીયાર પૂજા, આરતી અર્ચના કરી હતી, પાદરા પીઆઈ વી એ ચારણે પણ ભગવાનની આરતી પૂજા કરી હતી અને સાવરણી થી પદ હિંદ વિધિ કરી હતી અને ભકતો દ્વારા રથ ખેંચીને યાત્રાનો પ્રારંભ કરાયો હતો
યાત્રા નગરમાં મુખ્ય માર્ગો ઉપર નિકળી ત્યારે ભક્તોએ દર્શન કરવા ઉમટ્યા હતા આ યાત્રના પ્રસંગ કોઈ અનિચ્છનીય બનાવ નાં બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો