ગોપાલ ચાવડા પાદરા
પાદરામાં સિનિયર સિટીઝન દ્વારા ભાગવત કથા નો પ્રારંભ
ચોકસી મહાજન મંડલ પાદરા પ્રમુખ સૂર્યકાંતભાઈ ચોકસી ના ઘરેથી નીકળેલી પોથીજી યાત્રા નિકળી હતી
વ્યાસ પીઠ ઉપર પાદરાના પનોતા પુત્ર પ.પૂ
દિપક ભાઈ શાસ્ત્રી ભાગવત કથાનું રસપાન નો પ્રારંભ કર્યો છે
પોથીજીની યાત્રા પાદરા ચોકસી મહાજન મંડળ ના પ્રમુખ સૂર્યકાંત ચોકસી ના પધરાઈ સ્થિત ઘરેથી વાજતે ગાજતે બેન્ડવાજા સાથે સુંદર શોભાયાત્રા નીકળી હતી જેમાં પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા નગરપાલિકાના સદસ્યો પાદરા વેપારી મંડળના આગેવાનો સિનિયર સિટીઝનના સહુ આગેવાનો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં શોભા યાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા પાદરા નગરના મુખ્ય માર્ગો ઉપર થઈને પધરાઇ ચોક વણિક વાડીમાં કથાના સ્થળે પહોંચી હતી જ્યાં મહારાજશ્રી દ્વારા મંગળા ચરણ કરી અને કથાનો શુભારંભ થયો હતો આમ પાદરામાં ઘણા સમય પછી ભાગવત કથા નુ રસપાન પાદરાના પનોતા પુત્ર પૂ ડોંગરે મહારાજના શિષ્ય વિદ્વાન શાસ્ત્રીજી દીપકભાઈ ના શ્રી મુખ્યથી કથા સાંભળવાનો લાહવો પાદરાના સહુ ધાર્મિક લોકોને મળશે