ગોપાલ ચાવડા પાદરા
વડતાલ વાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજનો ૨૦૦માં પાટોત્સવ મહોત્સવ અંતર્ગત ભાવિ આચાર્ય પ પૂ નૃગેન્દ્ર પ્રસાદ મહારાજજી ની પ્રેરણાથી આંતરરાષટ્રીય રક્તદાન શિબિર ના ભાગરૂપે પાદરા ખાતે ભવ્ય રક્તદાન શિબિર નું આયોજન કરાયું..
વડતાલ વાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજનો 200મો પાટોત્સવ તેમજ વડતાલ દેશ ભાવિ આચાર્ય પ પૂ નૃગેન્દ્ર પ્રસાદ મહારાજની પ્રેરણા થી. આતંરરાષ્ટ્રીય. રક્તદાન શિબિર ના ભાગરૂપે પાદરા ખાતે ભવ્ય રક્તદાન શિબિર નું આયોજન કરાયું હતું, પરમ પૂજ્ય ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ ની પ્રેરણા થી આંતરરાષ્ટ્રીય મહારક્તદાન શિબિર દેશ ના અનેક સ્થળોએ તથા ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇંગ્લેન્ડ, દુબઈ, અમેરિકા સહિત અનેક સ્થળોએ તા.૧૭ મી માર્ચ ના રોજ આયોજન કરાયું છે પાદરા ખાતે પણ યોજાયેલા રક્તદાન માં પાદરા સંતરામ મંદિર ના મહંત શ્રી મોહનદાસજી મહારાજ તથા પાલીકા ના સદસ્યો સંતોષ પટેલ તથા સંકેત પટેલ સહિત અગ્રણી સંજય પટેલપટેલ અગરબત્તી વાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા
પાદરા ખાતે યોજાયેલા રક્તદાન શિબિર માં મહાનુભવો ના હસ્તે દીપ પ્રગટાવી શિબિર નો પ્રારંભ કરવામાં આવ્યો હતો રક્તદાન શિબિર માં હરિભક્તો સહિત મહિલાઓ એ પણ ઉત્સાહભેર સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું