ગોપાલ ચાવડા પાદરા
પાદરા તાલુકા ના ચોકારી ગામ ના સામાન્ય પરિવારનો બાળક તુષારસિંહ પઢીયાર ઉંમર 6 વર્ષ થેલેસિમિયા ના ગંભીર બીમારી થી પીડાઇ રહ્યો છે
, જેનો સારવાર નો ખર્ચ લાખો રૂપિયા માં થાય છે
______
પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા થેલેસિમિયાપીડિત તુષાર રાજેન્દ્ર પઢિયાર ના ધરે પહોંચીને સરકારની સંપુર્ણ મદદ સાથે પોતે પણ બાળક ની સંપુર્ણ મદદ ની હૈયાધારણા આપી હતી અને અગાઉ પણ સરકારની યોજના સંદર્ભ કાર્ડ કાઢી ને મદદ કરેલ છે
પાદરા તાલુકાના ચોકારી ગામના સામાન્ય પરિવારનો બાળક થેલેસિમિયા ના રોગ થી પીડાઈ રહ્યો છે જેમાં આ બિમારી નાબૂદ કરવાં લાખોનો ખર્ચ કરવો પડતો હોય છે આ અંગે આ પરિવાર જનો અનેક હોસ્પિટલો અને ડોકટરો પાશે ધક્કા ખાધા છે પરંતુ આ બિમારી નો ઈલાજ ખુબજ મોંઘો છે ત્યારે ગુરુવારના રોજ પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિહ ઝાલા ભાજપ ના કાર્યકર્તાઓ સાથે બીમાર તુષાર પઢિયાર ની મદ્દદે પહોચ્યા હતા જ્યાં તેનાં પરીવાર સાથે બાળક તુષારને મળી તેનાં ખબર અંતર પૂછી તેનાં પરીવાર જનોને મળી તમામ પ્રકારના મદદ ની બાંયધારી આપી હતી
અગાઉ ગત વર્ષે પણ સંદર્ભ કાર્ડ જેમાં o થી ૧૮વર્ષ સૂધી સરકાર એક કરોડ રૂપિયા સુધીની મદદ કરે છેતે કાઢી આપીને મદદ પૂરી પાડી હતી પરંતુ રક્ત દાતા નહી મળતા સારવાર થઈ શકી ન હતી જ્યારે હવે દાતા મળ્યા છે ત્યારે સરકારની યોજનામાં ધારાસભ્ય સંપુર્ણ સાથ સહકાર આપશે
કેમેરામેન =અલ્પેશ જાદવ