ગોપાલ ચાવડા પાદરા
પાદરા તાલુકાના મુવાલ ખાતે આવેલ શ્રી રમેશભાઈ અંબાલાલ પટેલ વિદ્યા સંકુલ માં જાનકી વલ્લભ આર્ટસ કોલેજ એન્ડ મનુભાઈ સી પટેલ કોમર્સ કોલેજમાં વાર્ષિક ઉત્સવ યોજાયો
_________
આ કાર્યક્રમ કોલેજના પ્રમુખ રમેશભાઈ અંબાલાલ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં કોલેજના પ્રિન્સિપાલ ઇન્દિરાબેન વાળાના નેતૃત્વમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું હતું આ કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ મુવાલના પ્રવીણભાઈ સિંધા છત્રસિંહભાઈ પઢીયાર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તથા કોલેજ નો સ્ટાફ અને કોલેજના આચાર્યોએ શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી વિદ્યાર્થીઓને આ વાર્ષિક ઉત્સવના કાર્યક્રમનું સુંદર પરફોર્મન્સ આપી શકાય તે માટે તૈયારીઓ કરાવી હતી
આ કાર્યક્રમના પ્રારંભે પ્રાર્થના દિપ પ્રાગટ્ય, પ્રાગટ્ય તથા મહેમાનોનું સ્વાગત પરિચય પ્રિન્સિપાલ ઇન્દ્રાબેન વાળાએ કર્યું હતું. જેમાં મહેમાનોનું પુષ્પગુચ્છ થી પણ સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે વાર્ષિક અહેવાલ અને ઇનામ વિતરણ ગીતાબેન કરાવ્યો હતો વિદ્યાર્થીઓયે સુંદર લોકગીત અભિનય ગીત એક પાત્રીય અભિનય વગેરે કરી અને વિદ્યાર્થીઓના અને મહેમાનોને મંત્રમુદ્ધ કરી દીધા હતા આ કાર્યક્રમમાં એનએસએસ પ્રવૃતિના ઇનામ વિતરણ સાંસ્કૃતિક અને વીડીસીની પ્રવૃત્તિઓના ઇનામ વિતરણ એકેડેમી ટ્રોફીના વિતરણ તથા રમતગમત માં વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ સુંદર , શાંત વાતાવરણમાં યોજાયો હતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
કેમેરા મેન=અલ્પેશ જાદવ