ગોપાલ ચાવડા પાદરા
પાદરા ના સોખડા ખુર્દ કેનાલ પાસે થયેલી હત્યા માં સંડોવાયેલ હત્યારાઓ ની પાદરા પોલીસે કરી ધરપકડ, એક મહિલા સહિત મુખ્ય આરોપી સુરેશ તડવી અને તેના સાગરીતો ની પાદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી..
પાદરા નગર ના સોખડા ખુર્દ રોડ પાસે આવેલ કેનાલ નજીક માત્ર રૂપિયા 1500 ની લેતી દેતીમાં સુરેશ તડવી અને તેની પત્ની તથા તેના સાગરીતો દ્વારા વિકાસ
પાટણવાડિયા પર હુમલો કરી ને વિકાસ ની હત્યા કરવામાં આવી હતી.
ગત તા.૧૭ ની સાંજે સોખડા કેનાલ નજીક ૧૫૦૦ ની લેતી દેતી માં મારા મારી થઈ હતી જેમાં ડભાસા ગામ ની સિમ માં રહેતા વિકાસ પાટણવાડિયા ની હત્યા કરવામાં આવી હતી હત્યા કરનાર મુખ્ય આરોપી સુરેશ તડવી અને તેની પત્ની કાજલ તડવી સહિત તેઓ સાગરીત અજય જાદવ, જીતેન્દ્ર સોલંકી તથા વિશાલ તડવી ની પાદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી હત્યારાઓ નું પગેરું શોધવામાં માટે પાદરા પોલીસ દ્વારા વડોદરા ગ્રામ્ય એલ.સી.બી અને એસ.ઓ.જી ની ટીમ પણ કામે લાગી હતી હત્યા ના આરોપીઓ ને કોર્ટ માં રજૂ કરી ને પોલીસ રિમાન્ડ પણ મેળવ્યા હતા પાદરા પોલીસ દ્વારા હત્યા ના આરોપી ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી