)
ગોપાલ ચાવડા પાદરા
પાદરા ના આમળા ગામ ના ખેડૂતોએ આગામી લોકસભા ની ચૂંટણી નો બહિષ્કાર કરીને, બેનરો મારી સુત્રોચાર સાથે વિરોધ કર્યો, ગામ 52 ખેડૂતો ને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે યોગ્ય વળતર નહિ મળતા ખેડૂતો એ રોષ સાથે વિરોધ કર્યો.
દીલ્હી મુંબઈ એક્સપ્રેસ અને રેલવે કોરિડોર માં સંપાદિત જમીન માં ખેડૂતો ને અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે પાદરા તાલુકા ના આમળા ગામ ના 52 ખેડૂતો એ ભારે સૂત્રોચ્ચાર સાથે બેનરો મારી આગામી લોકસભા ની ચૂંટણી નો બહિષ્કાર કર્યો હતો
પાદરા ના આમળા ગામ ના ખેડૂતો ની મહામૂલ્ય જમીન સંપાદિત કરી ને મળવા પાત્ર વળતર ઓછું મળ્યું હોવાના આક્ષેપ સાથે વિરોધ કર્યો હતો
ખેડૂતો ની મહામૂલ્યે જમીન ને સંપાદન કરી યોગ્ય વળતર નહિ મળતા ખેડૂતો એ બેનરો મારી વિરોધ કર્યો હતો યોગ્ય વળતર નહિ મળે તો કોઈ પક્ષ ને ગામ માં પ્રવેશ કરવાં દેવામાં નહી આવે તેવી ચીમકી આપી હતી
આમળા ગામ ના 52 ખેડૂતો ને જમીન માં યોગ્ય વળતર ચૂકવામાં આવ્યું નથી જેથી ખેડૂતો એ ચૂંટણી માં બહિષ્કાર ની ચીમકી આપી હતી