ગોપાલ ચાવડા પાદરા
વહેરાખાડી શ્રી હનુમત કુંજ પરમાર્થ આશ્રમ થી સતત ૧૩ માં વર્ષે શ્રી મહીસાગર માતાજી ની પરિક્રમા સાથે પદયાત્રીઓ પાદરા ના જાસપુર હનુમોતિયા મંદિરે પધાર્યા હતા જ્યાં તેઓ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
વહેરાખાડી મહીસાગર સંગમ તીર્થ ખાતે થી શ્રી હનમુંત કુંજ પરમાર્થ આશ્રમ ના શ્રી 1008 સ્વામી શ્રી ગંગેશ્વર દાસજી મહારાજ ની પ્રેરણા થી સતત ૧૩ વર્ષે વહેરાખાડી થી શ્રી મહિસાગર માતાજી ની પરિક્રમા અર્થે પદયાત્રીઓ નીકળ્યા હતા દર અનેક પદયાત્રીઓ પરિક્રમા જોડાતા હોય છે શ્રી મહીસાગર માતાજી ની પરિક્રમા તા.૨૬ માર્ચ ના રોજ થી પ્રારંભ થયો હતો અને બીજા દિવસે મહીસાગર માતાજી ના નદી કિનારે આવેલ પાદરા ના જાસપુર ગામ ના હનુમોતિયા મંદિરે પરિક્રમા વાસીઓ આવી પહોંચ્યા હતા જ્યાં જાસપુર ના હનુમોતીયા મદિર ના મહંત શ્રી રાધારમણદાસજી મહારાજ તથા મંદિર ના ભકતો દ્વારા પરિક્રમા વાસીઓ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મંદિર ખાતે આરતી સહિત ના વિવિધ કાર્યક્રમો નું ભવ્ય આયોજન કરાયું હતું સતત ૧૩ માં વર્ષે ૨૫૦ જેટલા પરિક્રમાવાસીઓ શ્રી મહીસાગર માતાજી ની પરિક્રમા જોડ્યા હતા ગુજરાત ના વિવિધ જિલ્લાઓ તથા મધ્ય પ્રદેશ થી પણ અનેક શ્રદ્ધાળુઓ પદયાત્રા માં જોડાઈ છે નવ દિવસ સુધી શ્રી મહીસાગર માતાજી પરિક્રમા નો વેહરાખાડી ખાતે મહીસાગર સંગમ તીર્થ ખાતે તા 3 ના રોજ પૂર્ણાહૂતિ થશે જ્યાં હવન પૂજન સહિત ના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે યાત્રિકો સાથે રામદાસજી મહારાજ સહિત મંદિર ના કાર્યકરો પણ પરિક્રમા જોડાયા હતા જાસપુર ખાતે હનુમોતીયા મંદિર ના મહંત શ્રી રાધારમણદાસજી મહારાજ અને મંદિર ના ભકતો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું, શ્રી મહીસાગર માતાજી ની પરિક્રમા નો મુખ્ય ઉદ્દેશ સાે ને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તે પ્રાથના સાથે પરિક્રમા નું આયોજન કરવામાં આવે છેમહીસાગર પરિક્રમાવાસીઓ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે પ્રસિદ્ધ કથાકાર ભાગવત કથાકાર પરમ પૂજ્ય દીપકભાઈ શાસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પરિક્રમા નું મહત્વ સમજાવ્યું હતુંમહીસાગર પરિક્રમાવાસીઓ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રસિદ્ધ કથાકાર ભાગવત કથાકાર પરમ પૂજ્ય દીપકભાઈ શાસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પરિક્રમા નું મહત્વ સમજાવ્યું હતું