Breaking News

પાદરા તાલુકાનાં મહીસાગર નદી કિનારે આવેલ ગામ એટલે જાસપુર જે વાઘેલા રાજપૂત વંશ ના રજવાડાનું ભાયાત ગામ મૂળ ભાદરવા સ્ટેટનુ આ એક વખત નુ સમૃદ્ધ નગર કહેવાતું હતું જે જુનું નગર મહીસાગર નદીના કાંઠે વસેલું હતું જે કિલ્લા સાથે નિર્માણ પામેલ જે ખંડેર કિલ્લો આજે પણ હયાત છે જ્યાં મોટી બજાર હતી અનેક વેપારીઓ ધીકતો વેપાર કરતાં હતાં આ સમૃદ્ધ નગરમા નદી કિનારે પ્રાચીન લિંબેશ્રવર. મહાદેવ ગામના લોકોના કહેવા પ્રમાણે ૧૪૨૯ માં નિર્માણ પામ્યું હતુ પોતાની ભવ્યતા સંગ્રહિને આજે પણ અડીખમ વિદ્યમાન છે જ્યા લીમબેશ્રવર મહાદેવ નુ ભવ્ય દિવ્ય શિવલીંગ. માતા પાર્વતી, પોઠિયો આજે પણ સુન્દર મનમોહક દર્શનીય છે. પ્રાચિન મંદિરનાં ગુંબજમાં એનેક ધાર્મિક પ્રાચિન ચિત્રકામ દેખાય છે તે પુરાત્વ વિભાગ માટે સંશોધન માટે ઘણું આપી શકે તેમ છે

.   ગોપાલ ચાવડા પાદરા

પાદરા તાલુકાનાં મહીસાગર નદી કિનારે આવેલ ગામ એટલે જાસપુર જે વાઘેલા રાજપૂત વંશ ના રજવાડાનું ભાયાત ગામ

મૂળ ભાદરવા સ્ટેટનુ આ એક વખત નુ સમૃદ્ધ નગર કહેવાતું હતું જે જુનું નગર મહીસાગર નદીના કાંઠે વસેલું હતું જે કિલ્લા સાથે નિર્માણ પામેલ જે ખંડેર કિલ્લો આજે પણ હયાત છે જ્યાં મોટી બજાર હતી અનેક વેપારીઓ ધીકતો વેપાર કરતાં હતાં

આ સમૃદ્ધ નગરમા નદી કિનારે પ્રાચીન લિંબેશ્રવર.         મહાદેવ  ગામના લોકોના કહેવા પ્રમાણે ૧૪૨૯ માં નિર્માણ પામ્યું હતુ પોતાની ભવ્યતા સંગ્રહિને આજે પણ અડીખમ વિદ્યમાન છે જ્યા લીમબેશ્રવર મહાદેવ નુ ભવ્ય દિવ્ય શિવલીંગ. માતા પાર્વતી, પોઠિયો આજે પણ સુન્દર મનમોહક દર્શનીય છે. પ્રાચિન મંદિરનાં ગુંબજમાં એનેક ધાર્મિક પ્રાચિન ચિત્રકામ દેખાય છે તે પુરાત્વ વિભાગ માટે સંશોધન માટે ઘણું આપી શકે તેમ છે જે કાળના પ્રવાહમાં ઝાંખું થયું છે પણ સ્પષ્ટ જોઈ શકાય છે

હાલમાં ગામના યુવાનો હનુમત્યાં મંદિરનાં વર્તમાન મહંત પૂ રાધારમણ મહારાજની પ્રેરણાથીમંદીર ની ખુબજ સેવા કરી રહ્યા છે સાફ સફાઈ કલર કામ કરતાં મંદિર તેના અશલ સ્વરૂપમાં આકર્ષિત બન્યું છે મંદિર ની પાછળ પુરાણો કિલ્લો છે આસપાસ અનેક પુરાણા અવશેષો જે મંદિર અને કિલ્લાની ભવ્યતાની ચાડી ખાય છે દર સોમવારે, શ્રાવણ મહિનામાં જાસપુર ગામ તથા વડોદરા અને પાદરા થી ભકતો ને જેમ માહિતી મળતી જાય છે તેમ વધારો થતો જાય છે

મંદિર નાં ટેકરા ઉપર ચડતાં પુરાણા ગામના વીર ભાથીજી મહારાજ નો ખંડિત મંદિરનો ઓટલો છે ચોકીદારની ઓરડી છે

હાલનું જાસપુર ગામ ભાદરવા સ્ટેટનું ગામ અને જાસપુર તેનું ભાયાત  હતું સંવત ૧૯૯૯માં વસેલું છે જેમાં ભારે પૂર આવતા ગામમા ભારે નૂકશાન થતાં ગામ લોકોએ ભાદરવા ઠાકોર સાહેબને વિનંતી કરિકે ગામને નદીના પૂરથી સુરક્ષા આપવા ગામને થોડું દૂર લઇ જાવ જેથી ઠાકોર સાહેબે તેમને પોતાની ખેતીની જમીનમાં ૧૮/૭૨ ફૂટ નાં પ્લોટ પાડી ને ગામની સુન્દર રચના કરી અને જુના જાસપુર થી લોકો પોતાની ઘર વખરી લઇને હાલના નવા જાસપુર આવીને વસ્યા

જાસપુર અને આથમનાપૂરા જે આઝાદી પહેલા ભાદરવા સ્ટેટ નુ ગણાય અને પરૂ હરીપુરા ગાયકવાડ સ્ટેટનુ ગણાતુ ગામ હતું      જેમાં મળતી માહિતી મુજબ કિલ્લાની અંદર એક વીઘા જમીન ગામના અગ્રણી ચંદુભાઈ ભટ્ટ ના પરીવાર પાશે હતી જે જમીન તેમને જ્યોતિ કંપનીને આપી હતી જ્યોતિ કંપનીએ સંજુ ભારંભે ને આપી હતી અને સંજુ ભારંભે આ જમીન સ્ટર્લિંગ ના ચેતન સાનડેશરાને હોટલ બનાવવા આપી હતી જેમાં ભાદરવા સ્ટેટ નાં વારસદારોને માહિતી મળતા વિવાદ ઊભો થતાં કોર્ટમાં કેશ થયો જે નવું બાંધકામ અધુરૂ પડેલ છે અને તે પણ ખંડેર પડેલ છેતે પ્રકારની માહિતી ગામના અગ્રગણ્ય વડીલો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે જાસપુર આઝાદિ બાદ ગામના ઠાકોર સાહેબ ખોડુભા વાઘેલા ના નામનો ડંકો વાગતો હતો તેવો કટોકટી પહેલાં જનસંઘ માંથી પાદરા વિધાન સભાના ઉમેદવાર પણ થયાં હતાં તેવો પાદરા બજારમાંથી ઘોડા ઉપર નિકડે તો લોકો તેમણે માન સન્માન આપતા હતા તેમનાં ગયા પછી તેમનાં વંશ માં કોઈ પ્રભાવી વારસદાર નામના નહિ મેળવી શક્યા

હાલ ગામમા વાઘેલા રાજપૂત સમાજના મોટી સંખ્યામાં પરિવારો રહેછે ઉપરાંત અન્ય શાખ ના રાજપૂતો , બારોટ , વગરે અન્ય સમાજ રહેછે આમ જાસપુર પ્રાચિન લિંબેશ્રવર મહાદેવ ના દર્શન કરવાં શાંતિ ની પ્રાપ્તિ થાય છે

મળતી માહિતી મુજબ કિલ્લાની અંદર એક વીઘા જમીન ગામના અગ્રણી ચંદુભાઈ ભટ્ટ ના પરીવાર પાશે હતી જે જમીન તેમને જ્યોતિ કંપનીને આપી હતી જ્યોતિ કંપનીએ સંજુ ભારંભે ને આપી હતી અને સંજુ ભારંભે આ જમીન સ્ટર્લિંગ ના ચેતન સાનડેશરાને હોટલ બનાવવા આપી હતી જેમાં ભાદરવા સ્ટેટ નાં વારસદારોને માહિતી મળતા વિવાદ ઊભો થતાં કોર્ટમાં કેશ થયો જે નવું બાંધકામ અધુરૂ પડેલ છે અને તે પણ ખંડેર પડેલ છેતે પ્રકારની માહિતી ગામના અગ્રગણ્ય વડીલો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે જાસપુર આઝાદિ બાદ ગામના ઠાકોર સાહેબ ખોડુભા વાઘેલા ના નામનો ડંકો વાગતો હતો તેવો કટોકટી પહેલાં જનસંઘ માંથી પાદરા વિધાન સભાના ઉમેદવાર પણ થયાં હતાં તેવો પાદરા બજારમાંથી ઘોડા ઉપર નિકડે તો લોકો તેમણે માન સન્માન આપતા હતા તેમનાં ગયા પછી તેમનાં વંશ માં કોઈ પ્રભાવી વારસદાર નામના નહિ મેળવી શક્યા
હાલ ગામમા વાઘેલા રાજપૂત સમાજના મોટી સંખ્યામાં પરિવારો રહેછે ઉપરાંત અન્ય શાખ ના રાજપૂતો , બારોટ , વગરે અન્ય સમાજ રહેછે આમ જાસપુર પ્રાચિન લિંબેશ્રવર મહાદેવ ના દર્શન કરવાં શાંતિ ની પ્રાપ્તિ થાય છે
આ વિગતો ગામના અગ્રગણ્ય રજનીભાઇ બ્રહ્મભટ્ટ, રમેશ ભાઈ વાઘેલા થતાં અન્ય યુવાનો પાશેથી વિગતો પ્રાપ્ત થઈ છે જેમાં કોઈ માહિતી ખૂટતી હોઈ તો ક્ષમા કરશો
લિંબેશ્વર મહાદેવના ગુણાનુવાદ મા જાસપુરનો થોડો ઇતિહાસ લેવાનો પ્રયતન કરેલ છે જે વર્તમાન પેઢીને જ્ઞાત રહે આ નાનકડો પ્રયાસ છે ભૂલ ચૂક માફ કરશો
વિગતો પ્રાપ્ત કરી આપનાર સહુ વડીલોનો ખુબ આભાર

Share This News

About Matruraksha

Check Also

ચૈત્ર સુદ પડવો હિન્દુ નવ વર્ષ વિશ્વ હિન્દુ પરિષદ પાદરા દ્વારા વર્ષોની પરંપરા પ્રમાણે પાદરાની સ્થાપના દિવસ મુખ્ય ચોક ઝંડા બજાર ખાતે આવેલ ચબુતરા ઉપર પવિત્ર ભગવા ધ્વજ નીપૂજા અર્ચના કરીને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું

પાદરા ગોપાલ ચાવડા ચૈત્ર સુદ પડવો હિન્દુ નવ વર્ષ વિશ્વ હિન્દુ પરિષદ પાદરા દ્વારા વર્ષોની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *