સ્વાતંત્ર પર્વ નિમિત્તે પાદરા તાલુકા ના ડબકા ગામે ભવ્ય તિરંગા યાત્રા સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ડબકા ગામે તિરંગા યાત્રા નું પાદરા ના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાએ પ્રસ્થાન કરાવ્યું હતું તિરંગા યાત્રા ડબકા ગામ વિવિધ વિસ્તારો માં નીકળી હતી
સ્વાતંત્ર પર્વની દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે ત્યારે વડોદરા જિલ્લાના અનેક શહેરો અને નગરો તેમજ ગામોમાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે જેના ભાગરૂપે પાદરા તાલુકાના ડબકા ગામે તિરંગા યાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હાઇસ્કુલ થી નીકળેલી તિરંગા યાત્રાનું પ્રસ્થાન પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કરાવ્યું હતું તિરંગા યાત્રા ડબકા ગામમાં વિવિધ વિસ્તારો અને માર્ગો પર નીકળી હતી જેમાં પાદરા મામલતદાર તેમજ પોલીસ મથકનો સ્ટાફ સહિત ડબકા ગામના આગેવાનો તેમજ જિલ્લા પંચાયત સદસ્ય તથા તાલુકા પંચાયત પ્રમુખ સહિત ભાજપના હોદ્દેદારો તથા કાર્યકરો તેમજ ડબકા ગામના નાગરિકો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રા ડબકા ના વિવિધ વિસ્તારમાંથી નીકળી હતી અને ડબકા ના જશવંત નગર માં સપન્ન થઈ હતી સાથે પાદરા તાલુકા 11 ગામ મો દરેક ગામ માં 1 હજાર વુક્ષો નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેના ભાગરૂપે ડબકા ગામે તિરંગા યાત્રા સપન્ન થઈ હતી તે સ્થળે ધારાસભ્ય અને આગેવાનો સહિત બાળકો ના હસ્તે વુક્ષારોપન કરવામાં આવ્યું હતું આમ વડાપ્રધાન મોદીજી એ કરેલા આહવાન ” એક પેડ માં કે નામ” ના ભાગરૂપે પાદરા તાલુકા માં 11 હજાર વૃક્ષો નું વાવેતર સાથે જતન કરવાના સંકલ્પ લેવામાં આવ્યા હતા, કાર્યક્રમ માં પાદરા ધારાસભ્ય સહિત ભાજપ તાલુકા ના પ્રમુખ અને મહામંત્રી સહિત ભાજપ ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા સાથે ડબકા હાઇસ્કુલ અને પ્રા. શાળા ના બાળકો અને નાગરિકો એ પણ વૃક્ષારોપણ કર્યું હતુ