પાદરા ના વડુ ગામ માં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા ગામ ના SBI બેંક પાસે આવેલ મંદિર ની બાજુમાં, સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ SPG ના લાલજી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હત
પાદરા ના વડુ ગામ માં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા વડુ ગામ માં આવેલ SBI બેંક ની બાજુમાં આવેલ બહુચર માતાજી ના મંદિર ની બાજુમાં, સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું હતું
જેમાં એસ.પી.જી. ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ તથા રમેશભાઈ પટેલ બિલ્ડર રોહિત ભાઈ પટેલ તથા પાદરા તાલુકા ના પાટીદાર સમાજ આગેવાનો સહિત દક્ષેશભાઈ પટેલ સહિત વડુ ગામ ના અગ્રણીઓ સાથે પ્રતિમા ના દાતા પરિવાર ના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા વડુ ગામ ના બસ સ્ટેન્ડ થી મહાનુભવો ની વિશાળ રેલી સ્વરૂપે વડુ ગામ આવી હતી જ્યાં પ્રતિમા સ્થળે વિધિવત રીતે આવેલા મહાનુભવો ના હસ્તે પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સભા પણ યોજાયા હતી જેમાં પાદરા તાલુકા સહિત વડુ ગામ ના ગ્રામજનો અને અગ્રણીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા