પાદરા. શહેર તાલુકામા માં લોકસભા ની સામાન્ય ચૂંટણીમાં મતદાન માટે વહેલી સવારથી ભારે ઉત્સાહ લાંબી કતારો લાગી
==============
તમામ બુથો ઉપર શાંતી પૂર્વક મતદાન, પરિવાર સહીત લોકો મતદાન માટે ઉમટ્યા
=========
સવારે 11કલાક સુધીમાં પાદરા વિધાન સભા મત વિસ્તારનું 26 ટકા મતદાન થવા પામ્યું છે
પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા પરિવાર સહિત મતદાન કર્યુ
==========
લોકસભા ની સામાન્ય ચૂંટણી નુ મતદાન ગુજરાતમાં 7મે ના રોજ હોય મળતી માહિતી મુજબ સમગ્ર ગુજરાત માં વહેલી સવાર થી લોકોમાં ભારે ઉત્સાહ જણાઈ આવેછે ભારે ગરમીનાં કારણે લોકો સવાર થી લાઈનોમાં લાગી ગયા છે
ગામડાના હોય કે શહેરના તમામ બુથો ઉપર લોકો સ્ત્રી પુરુષો લાઇનોમાં જોવાં મળ્યાં હતાં
પાદરામાં ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા પરીવાર સાથે એમ બી ઠકકર કુમાર પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું
જ્યારે કોંગ્રેસ ના વડોદરાના લોકસભાના ઉમેદવાર જસપાલ સિંહ પઢીયાર એકલબારા ગામ ખાતે સવારે મતદાન કર્યું હતું
આમ પાદરા વિધાન સભા મત વિસ્તાર માં ભારે ઉત્સાહ સાથે મતદાન પ્રક્રીયા ચાલી રહીછે જેમાં સવારે 11કલાક સુધીમાં 26ટકા થયેલું મતદાન