ગોપાલ ચાવડા
વિશ્વ મહિલા દિવસના અવસરે ફિનોલેક્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (FIL) અને તેની સીએસઆર ભાગીદાર મુકુલ માધવ ફાઉન્ડેશન (MMF) દ્વારા BAIFના સહયોગથી પાદરા બ્લોકના માસર ગામમાં વિશેષ કાર્યક્રમ યોજાયો.
FIL-MMF છેલ્લા કેટલાક વર્ષોથી માસર, અભોર, ગામેઠા, ગવાસદ અને કુરાલ એમ પાંચ ગામોમાં ખેતી, ગ્રામ વિકાસ અને પશુપાલન ક્ષેત્રે સક્રિય રીતે કામ કરી રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ કુલ 596 પરિવારોએ સીધી અને પરોક્ષ રીતે લાભ મેળવ્યો છે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો હતો, જેમાં 100+ મહિલાઓ ઉત્સાહપૂર્વક જોડાઈ હતી.
કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓ:
ખેતીમાં આધુનિકતા અને ટકાઉ જીવનયાપન – ખેડૂત મહિલાઓને ટપક સિંચાઈ, કૃત્રિમ નાંગળ પદ્ધતિઓ, પ્રાકૃતિક ખાતર, અને જૈવિક ખેતી પદ્ધતિઓ અંગે માહિતગાર કરવામાં આવી. ઉત્પાદન વધારવા માટે સરકાર દ્વારા મળતી સહાય વિશે માહિતી આપવામાં આવી. પશુપાલન અને દૂધ ઉદ્યોગની તકો – બ્રેડ ઈમ્પ્રૂવમેન્ટ, પશુઓની આરોગ્ય સંભાળ, દૂધ ઉત્પાદનમાં વધારો, અને સહકારી દૂધ મંડળી સાથે જોડાવાની તક જેવી બાબતો પર ચર્ચા થઈ.
રોજગાર અને લઘુ ઉદ્યોગ પ્રોત્સાહન – મહિલાઓ માટે સ્વ-સહાય જૂથ (SHG)ની રચના, સરકારની વિવિધ સબસિડી યોજના, અને સેવિંગ્સ સ્કીમો અંગે માહિતગાર કરવામાં આવ્યું. કાયદાકીય સત્ર: ઘરેલુ હિંસા અને મહિલાઓના હકો – કાનૂની નિષ્ણાતોએ મહિલાઓના હકો, સ્થાનિક પોલીસ સપોર્ટ, કાયદા હેઠળ મળતી રક્ષણ વ્યવસ્થાઓ, અને મહિલા સહાય કેન્દ્રોની માહિતી આપી. ઘરેલુ હિંસાનો ભોગ બનેલ મહિલાઓ માટે 181 મહિલા હેલ્પલાઇન અને સરકારની વિવિધ સહાય યોજનાઓ અંગે પણ સમજ આપવામાં આવી. આરોગ્ય અને પોષણ જાગૃતિ – મહિલાઓ માટે ગર્ભાવસ્થા, શિશુ પોષણ, માસિક ચક્રમાં સ્વચ્છતા અને સ્તનપાનનું મહત્વ જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવી. વિશેષ મહેમાનોની હાજરીમાં
આ કાર્યક્રમમાં શ્રી નિતુલ બારોટ (FIL-MMF), BAIF ટીમ, ગ્રામ પંચાયતના સરપંચ, ગામ દૂધ યુનિટના પ્રમુખ, સ્થાનિક આંગણવાડી બહેનો, મહિલા ખેડૂત પ્રતિનિધિઓ અને અન્ય ગ્રામલોકો ઉપસ્થિત રહ્યા. FIL-MMFના દ્રષ્ટિકોણ:
FIL-MMF માત્ર CSR પ્રવૃત્તિઓ પૂરતી સીમિત નથી, પણ ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું, તેમના પરિવારનું જીવનસ્તર ઉંચું લાવવાનું અને લાંબા ગાળાની ટકાઉ વિકાસ વ્યવસ્થાને મજબૂત કરવાનું પ્રાથમિક લક્ષ્ય ધરાવે છે.આ કાર્યક્રમ દ્વારા મહિલાઓમાં સ્વસ્થ જીવનશૈલી, સશક્ત આર્થિક વિકાસ અને સામાજિક સુરક્ષા માટે જરૂરી જાગૃતિ અને સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા, જેથી તેઓ ભવિષ્યમાં વધુ આત્મનિર્ભર બની શકે.
ફોટો=અલ્પેશ જાદવ