ગોપાલ ચાવડા પાદરા
પાદરા ના દુધવાડા ગામ માં સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું હતું, પાટીદાર સમાજના અગ્રણીઓ , સંતો સહિત રાજકીય આગેવાનો ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા..
દુધવાડા ગામ માં સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું હતું, દૂધવાડા ગ્રામ વિકાસ સમિતિ તથા સમસ્ત દુધવાડા ગ્રામજનો દ્વારા પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું હતું યોજાયેલા કાર્યક્રમ સાયલા મંદિર ના પ.પૂ.દુર્ગાદાસજી મહારાજ સહિત પાદરા ના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા બરોડા ડેરી ના ચેરમેન દીનુંમામા સહિત રમેશ ભાઈ પટેલ બિલ્ડર સહિત પાટીદાર સમાજ ના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા
આવેલા મહાનુભવો ના હસ્તે સરદાર પટેલ ની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું હતું, બીજી તરફ આવેલા મહાનુભવો નું સન્માન કરવામાં આવ્યું હતું સાથે પ્રતિમા અનાવરણ કરવામાં ગામ ના અગ્રણીઓ નો મહત્વ ફાળો હોવાથી તેઓનું પણ સન્માન કરાયું હતું
આવેલા મહાનુભવો પ્રાસંગીક પ્રવચન કર્યું હતું સાથે દૂધવાડા ગામ ના ભારતીય સેના માં પોતાની સેવાઓ આપી નિવૃત્ત થયેલા ભારતીય સેના ના 19 જેટલા જવાનો નું આ પ્રસંગે સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ ની સફળતા માટે ગ્રામજનો ની આગેવાની હસમુખ ભાઈ પટેલ દ્રારા કરવામાં આવી હતી સ્ટેજ નુ સફલ સંચાલન રાજેશ ભાઈ અમીને કર્યુ હતું