ગોપાલ ચાવડા પાદરા
પાદરાના તીર્થ ચાણસદ ખાતે જીલ્લાનો 10મો વિશ્વ યોગ યોગ દિન યોજયો
==========
પાદરા પીપી શ્રોફ હાઇસ્કૂલ ખાતે પાદરા નગર નો મૂખ્ય કાર્યક્રમ યોજયો
એકવીસમી જુન સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે દસમા યોગ દિવસ નો મધ્યવર્તી વિચાર હતો સ્વયં અને સમાજ માટે યોગ.કેવળ સમાજ માટે જ પોતાના સમગ્ર આયખાને જેમણે ન્યોચ્છાવર કર્યું હતું તેવા પ્રમુખ સ્વામી મહારાજ ના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે આવેલા નારાયણ સરોવર પરિસરમાં વડોદરા નો જિલ્લા કક્ષાનો યોગ દિવસ બે હજાર જેટલા કર્મયોગી ઓ, ગ્રામ્યજનો તથા બી એ પી એસ ના ભક્તો ની ઉપસ્થિતિ માં ઉજવાયો હતો. આ પ્રસંગે વડોદરા ના સાંસદ ડો. હેમાંગ જોશી, પાદરા વિધાયક ચૈતન્યસિંહજીઝાલા સાથે જિલ્લા કલેકટર , જિલ્લા વિકાસ અધિકારી , જિલ્લા એસ પી રોહન આનંદપાદરા પીઆઇ એલબી તડવી પાદરા મામલતદાર સાથે બી એ પી એસ સંસ્થા ના પૂજ્ય સંતો પણ સહભાગી થયા હતા સમગ્ર કાર્યક્રમ સુન્દર,નારાયણ સરોવર નાં શાંત વાતાવરણ માં યોજયો હતો
તેજ પ્રકારે પાદરા નગરમાં પીપી શ્રોફ હાઇસ્કૂલ ખાતે યોગ કાર્યક્ર્મ યોજયો હતો
જેમાં પાદરા નગર પાલિકાનાં પ્રમુખ , ભાજપ ના નગર મહા મંત્રી હંસલ પંડ્યા સહિત સ્કુલ પ્રિન્સિપાલ ઠકકર તથા સ્ટાફ, અને મોટી સંખ્યામાં વિદ્યાર્થિઓ એ ભાગ લીધો હતો