પાદરા ગોપાલ ચાવડા
રામ સ્નેહી સંપ્રદાયના વડોદરાના મંદિરનાં પૂ રામ પ્રસાદ મહારાજનો 63 મોં જન્મ દિવસ પાદરા રામદવારા મંદિરમાં ધામ ધૂમથી ઉત્સાહ પૂર્વક યોજાયો
===
પાદરા રામદવારા મંદિરમાં પૂ મહારાજ શ્રી શિવ મહાપુરાણ કથા નું પારાયણ કરી રહ્યા છે
પાદરાના પ્રાચીન રામદવારા મંદિર ગાંધી ચોક ખાતે આવેલ છે જે આંતર્રાષ્ટ્રીય રામ સ્નેહી સંપ્રદાય દ્વારા સ્થાપિત મંદિર છે
હાલમાં આ મંદિરમાં વડોદરા રામદવારા મંદિરનાં પૂ રામ પ્રસાદ મહારાજ અનેક સત્સંગ કાર્યક્રમો યોજીને ભક્તોને રામમય કરી રહ્યાં છે શ્રાવણ માસમાં શિવ મહાપુરાણ ની કથાનું પારાયણ ચાલી રહ્યું છે જેમાં 15 ઑગસ્ટ સ્વાતંત્રતા પર્વ ની દેશ ભક્તિના વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે ત્યારે યોગાનુયોગ પૂ રામ પ્રસાદ મહારાજનો પ્રાગટય દિવસ હોય ભકતો દ્વારા વાજતગાજતે દીપ પ્રાગટય કરી પુષ્પ વૃષ્ટિ કરી મહારાજ નું સ્વાગત કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે મોટી સંખ્યામા રામ ભકતો હાજર રહ્યા હતા જેમાં પીપી શ્રોફ પેઢીના મુકેશ ભાઈ ઠકકર, અગ્રગણ્ય વેપારી , મંદિર ટ્રસ્ટી
ઘનશ્યામ ભાઈ ઠકકર, સહિત ભાઇઓ બહેનો ઉત્સાહભેર ભાગ લઈ વધાઈ આપી હતી