ગોપાલ ચાવડા પાદરા
પાદરાની આમળા પ્રાથમિક શાળાનું ભૂમિ પૂજન અને ખાતમુહુર્ત યોજાયું પાદરા તાલુકમાં 14 પ્રાથમિક શાળા મા કરોડો રૂપિયાના ખર્ચે નવીન ઓરડા બનાવવામાં આવશે
પાદરા તાલુકામાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે શાળા ના નવીન ઓરડાઓ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંદાજિત 14 જેટલી પ્રાથમિક શાળા ના ઓરડાઓ નું નવીન નિર્માણ પાદરા તાલુકામાં કરવા સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગ રૂપે આજે પાદરા મા આમળા ગામ ખાતે આમળા પ્રાથમિક શાળા ના નવીન ઓરડા માટે ભુમીપુજન અને ખાત મુહર્ત કાર્યક્રમ યોજાયો જેમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની સરુવાત કરવામાં આવી હતી આ કાર્યક્રમ મા વડોદરા જિલ્લા પંચાયત ના પ્રમુખ અશોક પટેલ પાદરા ના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા કાંતાબેન પરમાર સરપંચ રીચાબેન પટેલ આગેવાન સચિન પટેલ સહીત સ્કૂલના બાળકો શિક્ષકો સહીત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આવેલા મહાનુભાવો નું પુષ્પ ગુછ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આવેલા મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન પણ કરવામાં આવ્યું હતું આ બાબતે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન અશ્વિન પટેલે આ બાબતે માહિતી આપી હતી
આ પ્રસંગે આવેલા પાદરા ના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાએ 3 સપ્ટેમ્બર ના રોજ પાદરા શહેર મા આવનાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને નવસારી ના સાસંદ સીઆર પાટીલ ના પ્રવાસ બાબતે માહિતી આપી હતી જેમાં સરકારા ના માર્ગ દર્સન હેઠળ પાદરા નગર પાલિક દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવીન બનાવેલ પાદરા ના છીપવાડ તળાવ નું ઉદ્ઘાટન તેમજ ધારાસભ્ય ના કાર્યાલય નું ઉદ્ઘાટન અને જાહેર સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું