Breaking News

પાદરામાં ધારાસભ્ય ચૈતનસિંહ ઝાલા ની પ્રેરણાથી ઔદ્યોગિક રોજગાર એપ્રેનટિસ ભરતી અને રોજગાર માર્ગદર્શન શિબિર યોજાયો

ગોપાલ ચાવડા પાદરા

પાદરામાં ધારાસભ્ય ચૈતનસિંહ ઝાલા ની પ્રેરણાથી ઔદ્યોગિક રોજગાર એપ્રેનટિસ ભરતી અને રોજગાર માર્ગદર્શન શિબિર યોજાયો

કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ઝાલા રોજગાર રોજગાર કચેરી મદદનીશ. નીયામક અલ્પેશ ચૌહાણ, પાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, પાલિકા ઉપપ્રમુખ ગૌરવ સોની , કારોબારી કારોબારી ચેરમેન સચિન ગાંધી, નયન ભાવસાર ,ચીફ ઓફિસર વિજય પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમના પ્રારંભે સહુ મહેમાનો અધિકારીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

આ કાર્યકમ માં પાદરા ધારાસભ્ય ચૈતનસિંહ ઝાલાએ આજના યોજાયેલા શિબિર માં સહુ કંપનીઓના એચ આર મેનેજર ને ધન્યવાદ આપ્યા હતા કે પાદરા તાલુકાના યુવાનોની આપ ચિંતા કરી રહ્યા છો ધારાસભ્યએ કહ્યું હતું કે દર વર્ષે આ પ્રકારના ઉદ્યોગિક શિબિર અને એપ્રેન્ટિસ ભરતીના રોજગાર માર્ગદર્શનના કાર્યક્રમો યોજાશે પાદરા તાલુકાનો એક પણ યુવાન જેને નોકરી ની જરૂર છે એવા કોઈને અમે બાકી નહીં રહેવા દઈએ તમામને એને ભણતરના આધારે એને રોજગાર અપાવડાવીશું આવી તેમને પોતે જાહેરમાં બાહેધારી આપી હતી
આ પ્રસંગે મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરા ના અલ્પેશ ચૌહાણ એ સમગ્ર આ શિબિર ની માહિતી આપી હતી અને તમામ યુવાનો અને રોજગારી મળે એવા જ સરકાર દ્વારા જે પ્રયત્નો થઈ રહ્યા છે એની સંપૂર્ણ વિગતે છણાવટ કરી હતી આ કાર્યક્રમમાં 25 થી વધુ કંપનીઓ પોતાના પ્રતિનિધિઓને મોકલ્યા હતા અને એ કંપનીમાં એમને જે જરૂર હતી એ પ્રકારના કર્મચારીઓ ને ઇન્ટરવ્યૂ સ્થળ ઉપર રાખવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં પાદરા શહેર તાલુકો તેમજ વડોદરાથી પણ ખૂબ લોકો અલગ અલગ તાલુકામાંથી આવ્યા હતા અને તેઓને આ પ્રકારે રોજગારી મળે એ માટેના આ શિબિરને સફળ ગણાવ્યો હતો આમ ધારાસભ્યના પ્રયત્નો દ્વારા પાદરામાં આ બીજો ઔદ્યોગિક એપ્રેન્ટિસ ભરતી અને રોજગાર માર્ગદર્શન શિબિર યોજાયો હતો જે સફળ રહ્યો હતો મોટી સંખ્યામાં યુવાનોએ પોતાની કાર્યકર્દી આ કંપનીઓમાંથી જોબ મેળવી આગળ વધશે તેવી સહુએ આશા રાખી હતી

Share This News

About Matruraksha

Check Also

પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ

ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *