પાદરા ગોપાલ ચાવડા
ફીનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ , પાદરા તાલુકાના માસર ગામે આવેલી કંપની તેના સીએસઆર પ્રોજેક્ટ. મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા ગુરૂવારના શુભ દિને પાદરા નગરપાલિકાના 130 કર્મચારીઓને દિવાળીના તહેવારો નિમિત્તે રાશન કીટ આપવાનો કાર્યક્રમ યોજાયો જેમાં ધારાસભ્ય ચૈત્યના સિંહ ઝાલા ઉપરાંત
નગરપાલિકાના સદસ્યો , વિવિધ ચેરમેન તથા ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના સીએસઆર હેડ નીતુલ બારોટ એચ આર મેનેજર કલ્પેશ પરમાર ની ઉપસ્થિતિમાં સહુ સફાઈ કર્મચારીઓને ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ના હસ્તે કીટ અર્પણ કરવામા આવી હતી અને પાલિકાના સહું સદસ્યો ના હસ્તે પણ અર્પણ કરવામા આવી હતી અને દિવાળીની ભેટ આપવામાં આવી હતી
આ કાર્યક્રમ પાદરા પાલીકા ના વોટર વર્કસ ખાતે યોજાયો હતો જેમાં પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
આ ફીનોલેક્ષ કંપની દ્વારા રાશન વિતરણ થતા કર્મચારીઓમાં આનંદ છવાયો હતો