પત્રકાર : મીત માછી
ડભોઈ
ડભોઇ આયુષ આયુશી હોસ્પિટલમાં ગરીબ પરિવારની મહિલાના પેટમાં થી 8 કિલોની અંડાસાયની ગાંઠનું સફળ ઓપરેશન કરી મહિલાનો જીવ બચાવી લેતા તબીબની
સરાહનીય કામગીરી પરિવારે તબીબનો આભાર વ્યક્ત કર્યો.
ડભોઇ નગરના શિનોર ચાર રસ્તા નજીક આવેલ આયુષ આયુશી હોસ્પિટલમાં સારવાર અર્થે છોટાઉદેપુર ના નાના ગામ માંથી આવેલ દર્દી હિરલીબેન રાઠવા ને 6 વર્ષથી અંડાસાયની ગાંઠ હોય આ ગાંઠને કારણે હિરલી બેનના જીવ ઉપર જોખમ રહેલું હતું ડભોઇ આયુષ આયુશી હોસ્પિટલના તબીબ ડો.અનિતાસિંગ દ્વારા જરૂરી ચેક અપ બાદ સમય ન વેડફી નર્સિંગ સ્ટાફ ના ડિમ્પલ બેન અને માનસીબેન ને સાથે રાખી 8 કિલોની વિશાળ ગાંઠ અંડાશય માંથી બહાર કાઢી હિરલીબેન રાઠવાનો જીવ બચાવ્યો છે ત્યારે આ ઓપરેશન કરી ગરીબ પરિવારની મહિલાનો જીવ બચાવતા પરિવારે હોસ્પિટલના તબીબનો આભાર વ્યક્ત કર્યો હતો.