પાદરા માં લાભ પાંચમના શુભ દિવસે ગાયત્રી શકિત પીઠ મંદિર, મહાકાળી મંદિર, વાઘેશ્વરી મંદિર ખાતે લાભ પાંચમ નિમિતે ભવ્ય અન્નકૃટ તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું ભવ્ય આયોજન કરાયું હતું
પાદરા માં આવેલ ગાયત્રી શકિત પીઠ મંદિર દ્વારા લાભ પાંચમ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે..ભવ્ય અન્નકૂટ યોજાયો હતો
દર વર્ષે નવા વર્ષ પ્રારંભ સાથે જ લાભ દિવસે ગાયત્રી મંદિરે અન્નકૂટ ની સાથે ગાયત્રી યજ્ઞ નું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં માંઈ ભકતો મોટી સંખ્યામાં યજ્ઞ નો લાભ લીધો હતો, સાથે મંદિરે ના પ્રાંગણમાં ખાતે વિવિધ ભાત ની રંગોળી પાડવામાં આવી હતી, મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ ના દર્શન નો ભકતો એ લાભ લીધો હતો તેજ પ્રકારે પાદરાના પ્રવેશ દ્રારે પ્રસિદ્ધ મહાકાલી માતાના મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ મહોત્સવ ઉજવાયો હતો
જ્યારે ઝંડા બજાર ખાતે આવેલા વાઘેશ્વરી મંદિર ખાતે પણ સુંદર અન્નકૂટ ના દર્શન નું આયોજન કરવામાં આવ્યું હતુ જ્યાં માઈ ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા