પાદરા
સમસ્ત કડવા પાટીદાર સમાજ ના કુળદેવી માં ઉમિયાના ધામ માં પાદરા થી ઊંઝા પગપાળા યાત્રા સંઘ ૨૫ માં વર્ષે પ્રયાન, પાદરા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે યાત્રિકો એ માતાજીના રથ સાથે નગર માં ભવ્ય શોભાયાત્રા નીકળ
- પાદરા થી ઊંઝા પગપાળા સંઘ સતત 25 વર્ષ થી માંઈ ભકતો જતા હોય છે ત્યારે ચાલુ વર્ષે યાત્રા સંઘ ને 25 વર્ષ પૂર્ણ થતાં હોવાથી આ વર્ષે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ વર્ષે 25 વર્ષ ઉપલક્સ માં પાદરા ખાતે વિવિધ કાર્યકમો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાદરા ના ખત્રી મહારાજ ના મંદિર ખાતે શનિવાર ના રોજ નવચંડી યજ્ઞ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું
રવિવાર રોજ સવાર ના પાદરા થી ઊંઝા પગપાળા સંઘ રવાના થશે જે પૂર્વે શનિવાર ના રોજ ઊંઝા પગપાળા સંઘ ના યાત્રાળુઓ માતાજી ના રથ સાથે પાદરા નગર માં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.જે યાત્રા પાદરા ના નવાપુરા સ્થિત એકલસુરીજી માતાજી ના મંદિરેથી નીકળી હતી જ્યાં આરતી બાદ શોભાયાત્રા નો પ્રારંભ થયો હતો, જે પાદરા નગર વિવિધ રાજમાર્ગો પર ફરી ખત્રી મહારાજ ના મંદિરે શોભાયાત્રા સંપન્ન થઈ હતી, રથની શોભાયાત્રા ના આગમન બાદ નવચંડી યજ્ઞમાં શ્રીફળ હોમીને યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. રવિવારે સવારે ઊઝા પગપાળા ના યાત્રાળુઓ પ્રસ્થાન કર
શે..