પાદરા ગોપાલ ચાવડા
પાદરાના લુણા ગામ પાશે આવેલ બહુ ચર્ચિત શિવા ફાર્મા દ્રારા ઝેરી ગેસ છોડાતા ખેતીને નૂકશાન
_______________
ખેડુતો ત્રાહિમામ, અનેકરજૂઆતો છતા કંપનીના સંચાલકો નું પેટનું પાણી હાલતું નથી
_________
પાદરા ના લુણા ગામ પાસે આવેલી શિવાફાર્મા કંપનીમાં ઝેરી કેસ છોડવાના કારણે ખેતીના પાક ને નુકસાન થયું હોવાના આક્ષેપ સાથે ખેડૂતે કલેકટરને અને સ્થાનિક તંત્રને પત્ર લખીને ન્યાયની માંગ કરી
પાદરા તાલુકાના લુણા ગામ પાસે આવેલી શિવા ફાર્મા કંપની વિવાદો ના ઘેરામાં આવી છે કંપની સામે ગંભીર આક્ષેપ સાથે સ્થાનિક ખેડૂત ભીખાભાઈ માળીએ કલેકટર અને મામલતદાર સહીત ગુજરાત પોલ્યુસન સાથે તમામ તંત્રને પત્ર લખીને કંપની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે એક બાજુ કમોસમી વરસાદ અને બીજી બાજુ કંપનીના ત્રાસથી ખેડૂતો બે હાલ બની રહ્યા છે ત્યારે પાદરા ના લુણા ગામ પાસે આવેલી સિવાફાર્મા કંપની સામે કંપનીની બાજુમાં જ આવેલા એક ખેડૂતે ગંભીર આક્ષેપ કર્યા છે ખેડૂતે કંપની સામે આક્ષેપ સાથે જિલ્લા કલેકટર સહિત તમામ તંત્રને પત્ર લખીને ન્યાયની માંગ કરી છે ખેડૂતના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી કંપની દ્વારા રાત્રિ દરમિયાન ઝેરી ગેસ છોડવામાં આવે છે જેના કારણે પશુઓ સહિત પાકને પણ મોટું નુકસાન થાય છે ખેડૂતે વધુમાં જણાવ્યું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કંપની દ્વારા કોઈપણ પ્રકારની કાળજી લેવામાં આવતી નથી અને તેને લઈને ખેડૂતે હવે જિલ્લા કલેકટર સહિત જીપીસીપી અને સ્થાનિક તંત્ર પાસે ન્યાયની માંગ કરી છે ઉલ્લેખનીય છે કે હાલ તાજેતરમાં જ ક મોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે અનેક ખેડૂતોને નુકસાન થયું છે ત્યારે બીજી કંપની દ્વારા ઝેરી કેસ છોડવામાં આવતા હવે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનો પત્ર ગુજરાત પોલ્યુશન બોર્ડને આપવા છતાં પણ કોઈ પ્રકારની કાર્યવાહી ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા કરવામાં ન આવતી હોવાના પણ ગંભીર આક્ષેપ ખેડૂત દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે શિવાફાર્મા કંપની ના ત્રાસ સામે તંત્ર ખેડૂત ને ન્યાય આપશે કે કેમ તે પણ એક સવાલ ઉભો થયો છે