ગોપાલ ચાવડા પાદરા
પાદરા ના ડબકા ગામમાં તંત્ર અને કોન્ટ્રાક્ટ ના પાપે છેલ્લા આઠ વર્ષથી નાળું નહી બનતા મુશ્કેલી વેઠતા ગ્રામજનો
ડબકા ગામના પ્રવેશ દ્વારે જાહેર માર્ગ પર આવી સૂત્રચાર કર્યા તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે રોસ ઠાલવી આંદોલન અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
પાદરામાં વિકાસની વાતો વચ્ચે પણ ગ્રામ્ય વિસ્તારોની કેટલીક મુશ્કેલીઓના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડતી હોય છે
પાદરા ના ડબકા ગામના પ્રવેશ દ્વાર પર છેલ્લા આઠ વર્ષથી નાળા નું કામ ખોરંભે ચડતા તંત્ર અને કોન્ટ્રાક્ટર ના પાપે ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે આજે ગામના માજી સરપંચ મહેશ જાદવ ગામ અગ્રણી નિલેશ જાદવ સહિત ગામના અગ્રણીઓ અને સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ નાળા પાસે આવી પોતાનો રોસ વ્યક્ત કર્યો હતો ગ્રામજનોએ અને અગ્રણીઓએ આક્ષેપ કર્યા છે કે છેલ્લા ઘણા સમયથી વારંવાર રજૂઆત કરવા બાદ પણ આ નાળા નું કામ કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવતું નથી આ બાબતેની જાણ સ્થાનિક સરપંચ અને અગ્રણીઓએ વારંવાર જે તે તંત્રને પણ કરી હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા વરસાદની ઋતુમાં લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે ઉલ્લેખનીય છે કે આ નળાની બિલકુલ બાજુમાં જ ગામની હાઈસ્કૂલ આવેલી છે અને તેમાં મોટી સંખ્યામાં ડબકા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે વરસાદ આવવાની શરૂઆત થાય તેની સાથે જ આ નાળા ની અંદર પાણીનો ભરાવો થઈ જાય છે અને કમર સુધીના પાણી આ નાળા પર ભરાઈ જાય છે જેથી વિદ્યાર્થીઓને સ્કૂલેથી પરત આપવામાં અથવા તો સ્કૂલે જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તની બિલકુલ બાજુમાં જ બે બાલવાડી પણ આવેલી છે જ્યાં નાળા પર પાણી ભરાઈ જતા બાલવાડીમાં રજા રાખવી પડે છે અને સાથે ગામનો મુખ્ય માર્ગ હોવાના કારણે ગામમાંથી અવરજવર કરતા વાહનચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે ગ્રામજનોએ આ વખતે સરકારને અને તંત્રને ચેતવણી આપતાં મીડિયાના માધ્યમથી જણાવ્યું છે કે આ બાબતે તાત્કાલિક ધોરણે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રામજનો અને અગ્રણીઓ સાથે મળી આંદોલન કરશે તેમજ આવનારી ચુંટણીઓનો પણ બહિષ્કાર કરશે તેમ જણાવ્યું હતું
જોકે પાદરામાં વિકાસની વાતો વચ્ચે ગ્રામ્ય વિસ્તારોની વાસ્તવિકતા આવી છે ત્યારે સરકાર અને તંત્ર આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી કરશે કે નહીં તે જોવું રહ્યું