ગોપાલ ચાવડા પાદરા
_________
પાદરામાં ગાયત્રી મંદિર નો પુનરોદ્ધાર કરાયો,
પાચ દિવસ નો પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્ર્મ યોજાઈ રહયો છે_______________
જૂનું મંદિર જીર્ણ થતા ઉતારીને નૂતન ભવ્ય મંદિર નું નિર્માણ બે કરોડ થી વધુના ખર્ચે કરાયુ
_______________&
પાદરા ગાયત્રી મંદીર જીર્ણ થતા તેને ઉતારીને નૂતન ભવ્ય મંદિર બે કરોડ થી વધુનાં ખર્ચે નિર્માણ પામ્યું છે જે મંદિર ની મૂર્તિઓ ની પુનઃ પ્રતિષ્ઠા નો પાચ દિવસીય ભવ્ય કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં પ્રથમ દિવસે આનંદ નાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વડોદરા નાં બહુચર માતા નાં ભકત માસી ઓ પધાર્યા હતાં
જયારે બીજા દિવસે ૧૧કુંડી ગાયત્રી યજ્ઞ નુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં યુગ નિર્માણ નાં સમર્પિત ભાઈઓ બહેનો યે સંપૂર્ણ વિધી વિધાન પૂર્વક યજ્ઞ કરાવ્યો હતો
જયારે ત્રીજા દિવશે મૂર્તિઓ ની નગર યાત્રા નીકળી હતી જેમાં સેરખી નાં પ્રખર ગાયત્રી ઉપાસક હર્સદ બાપા વિશેષ ઉપસ્થિત રહયાં હતાં ગાયત્રી પરીજનો બહેનો ભાઈઓ મોટી સંખ્યામા હાજર રહયાં હતાં જેમાં ધારાસભ્ય ચૈતન્યસિહ ઝાલા સહિત પાલીકાના સદસ્યો અને ટ્રસ્ટીઓ સહિટ કાર્યકરો માથે સાફા બાંધતા આકર્ષણ નું કેન્દ્ર બન્યુ હતુ ગાયત્રી માતાજીનુ વિશાળ કદ નું ચિત્રજી અને બાળકો વેશ ભૂષા ધારણ કરી હતી અને બગીમાં આરૂઢ હતાં
રવિવાર અને સોમવાર મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞ યોજાશે , અને મંગળવારે પૂર્ણાહુતિ યોજાશે
આમ ગાયત્રી મંદિર પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્ર્મ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેનો ભકતો લાભ લઇ રહ્યા છે