Breaking News

અખિલ ભારતીય રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્બારા માતૃશક્તિ વંદના કાર્યક્રમની ઉજવણી જાસપુર પ્રાથમિક શાળા, પાદરા ખાતે કરવામાં આવી.અખિલ ભારતીય રાષ્ટ્રીય પ્રાથમિક/Htat શૈક્ષિક મહાસંઘ પાદરા તાલુકા દ્વારા ૮ મી માર્ચ ‘વિશ્વ મહિલા દિવસ’ નિમિત્તે માતૃશક્તિ વંદના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય બાદ શાળાની બાલિકાઓ દ્વારા સરસ્વતી વંદના રજૂ કરવામાં આવી અને ઉપસ્થિત તમામ મહેમાનો અને માતૃશક્તિઓનું શાબ્દિક અને પુષ્પ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.આજના કાર્યક્રમના અધ્યક્ષ અને મુખ્ય વક્તા તરીકે શ્રીમતી નીલમબેન મોદી દ્વારા પાથેય પૂરું પાડવામાં આવ્યું.વિશેષ રૂપથી વિવિધ ક્ષેત્રોમાં પોતાનું મહત્વનું યોગદાન આપનાર મહાન નારીશક્તિઓ અને પૂણ્ય શ્લોકા દેવી અહિલ્યાબાઈ હોલકરની 300 મી જન્મ જયંતિ નિમિત્તે તેમના પ્રેરક જીવન પ્રસંગો વિશે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વડોદરા જિલ્લા,મહિલા ઉપાધ્યક્ષ શ્રી સ્મિતાબેન રાણા દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું તથા પાદરા તાલુકા મહિલા સંગઠન મંત્રી શ્રી નીલમબેન મોદી દ્વારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો પરિચય, સંગઠન દ્વારા ઉકેલવામાં આવેલા શિક્ષકોના પ્રાણ પ્રશ્નો તથા કાર્ય પ્રણાલી વિશે પાથેય પૂરું પાડવામાં આવ્યું.પાદરા તાલુકા મહિલા સહમંત્રી શ્રી અપેક્ષા બેન બોરીચા દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી.સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન પાદરા તાલુકાના મહિલા ઉપાધ્યક્ષ શ્રી દર્શનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું. આજ ના પ્રસંગે વિશેષ રૂપથી પાદરા તાલુકાને જેમનો સતત સહયોગ મળી રહ્યો છે તેવા એસ.બી.આઇ પાદરા બ્રાન્ચના મેનેજર શ્રી બામણિયા સાહેબ અને જીતભાઈ કારીયા સાહેબ દ્વારા તમામ ઉપસ્થિત માતૃશક્તિ,ભગિની અને દીકરીઓને ડાયરી ,પેન ,કેલેન્ડર ,ડેરી મિલ્ક અને ગુલાબ આપી મહિલા દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી.તેમજ એવરેસ્ટ બિલ્ડર ઉમેશભાઈ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી કે ભાયલી ખાતે નવી સ્કીમમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર બુકિંગ કરાવશે તો ૫૧૦૦૦/- રૂપિયા અને એસ.બી.આઇ પાદરા દ્વારા ૫૧૦૦૦/- રૂપિયા એમ કુલ ૧,૦૦,૦૦૦/- રૂપિયા કન્સેસન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજિત માતૃવંદના કાર્યક્રમમાં જાહેરાત કરવામાં આવી.આજના કાર્યક્રમને સફળ બનાવવામાં જેમનો સહયોગ પ્રાપ્ત થયો છે તેવા પાદરા તાલુકાના માતૃશક્તિઓ,
સેવા આપનાર દેવ તુલ્ય ભાઇઓ અને કાર્યક્રમ ને સફળ બનાવવા પધારેલ સૌ સારસ્વત ભગિની તેમજ બંધુઓએ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ મદદ કરી તે બદલ તેઓનો પણ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આભાર વ્યક્ત કરવામા આવ્યો.સૌને પુનઃ મહિલાદિનની શુભેચ્છાઓ પાઠવી શ્રી સ્મિતાબેન દ્વારા કલ્યાણ મંત્ર બોલાવી અલ્પાહાર સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવી

Share This News

About Matruraksha

Check Also

પાતળિયા હનુમાનજી મંદિર ખાતે આગામી ૬ એપ્રિલે શ્રીમદ્ ભાગવત કથા નો શુભારંભ થશે ============== કથાકાર પૂ. શ્રી રાકેશભાઈ જોશી કથા નું રસપાન કરાવશે ============== કથા ની સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ============== તા.૬ એપ્રિલ ના રોજ સવારે કથા નિમિતે ભવ્ય પોથીયાત્રા નિકળશે

પાતળિયા હનુમાનજી મંદિર ખાતે આગામી ૬ એપ્રિલે શ્રીમદ્ ભાગવત કથા નો શુભારંભ થશે ============== કથાકાર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *