પાદરા ગોપાલ ચાવડા
પાદરા ના લતીપુરા રોડ ઉપર આવેલ શનિદેવ મંદિરે શનિ જયંતિ નિમિત્તે શનિ જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.
પાદરા લતીપુરા રોડ ઉપર આવેલ મનોકામના સિદ્ધ હનુમાનજી મંદિરના પટાંગણમાં શનિદેવમાં ભગવાનના બિરાજમાન છે. સતત બીજા વર્ષે શનિજન્મોત્સવની ઉજવણી નિમિત્તે સવારથી ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારે શનિદેવની મહારાજની અભિષેક પૂજા, શણગાર પૂજા, ત્યારબાદ અન્નકૂટ દર્શન અને સંપૂર્ણ દિવસ દરમિયાન લઘુરુદ્ર તથા શનિયાગનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજના સમયે પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદી ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો સમગ્ર કાર્યક્રમ પાદરાના ગાંધી પ્રવીણભાઈ કંચનભાઈ તેમજ શનિદેવ ભક્ત મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.