પાદરા , ગોપાલ ચાવડા
______________
પાદરા નગર પાલિકા ની સામાન્ય સભા પ્રમુખ નાં અઘ્યક્ષ સ્થાને મળી, અનેક વિકાસ નાં કામો મંજૂર કર્યા
_______________________
પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં જિલ્લા પંચાયત હસ્તકની ટાવર શાળામાં જે તે વખતમાં ત્યાં ટાવર કૌંસમાં ઘડિયાળ મુકાયેલું છે જે હાલમાં ઘણા વર્ષોથી બંધ હાલતમાં છે જેને કાર્યરત કરવામાં આવે તો પાદરા નગરનું સૌંદર્ય જનાઈ આવે તેમ છે તેથી સદર ટાવરને કાર્યરત કરવા જિલ્લા પંચાયતને ભલામણ કરવા પાદરા પાલિકાના વોર્ડ નંબર 5 ના સભ્ય બ્રિજેશભાઈ પટેલે જોરદાર રજૂઆત કરી હતી આજરોજ પાદરા પાલિકાની સામાન્ય સભા પ્રમુખ મયુર ધ્વજ સિંહજી ઝાલાના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં સભ્ય બ્રિજેશ પટેલ તરફથી નગરપાલિકામાં રજૂ થયેલ ત્રિમાસિક હિસાબમાં પાણી પુરવઠામાં મેન્ટેનન્સ ખર્ચ વારંવાર વધારે કરવામાં આવતો હોય છે જેને સભ્યો દ્વારા સદર મોટર દર વર્ષે નવીન ખરીદ કરવામાં આવે તો સદર મોટરને એક વર્ષની ગેરંટી તથા રીપેરીંગ ખર્ચ કરતા ઓછા ખર્ચમાં નગરપાલિકા સેવા મળી રહે તે હેતુસર નિર્ણય લેવા ભલામણ કરવામાં આવી હતી પાદરા અંબાજી તળાવમાં જે લાઇટિંગ પાણી સ્વચ્છતા અંગે પાદરા નગરપાલિકા તરફથી ઓનલાઇન ટેન્ડર બહાર પાડેલ છે જેમાં ઘણો સમય લાગી જાય તેમ છે તો સદર સેવાઓ તાત્કાલિક ટૂંકી મુદતની જાહેરાત આપી હલ થાય તે માટે ભલામણ કરી હતી વધુમાં સભ્ય બ્રિજેશ પટેલે પાદરા પ્રવેશ દ્વારે સરદાર પટેલ પ્રતિમા તેમજ મહારાણા પ્રતાપની પ્રતિમા આવેલી છે જેના પર લાઈટના લાઇટિંગ કરવાની ભલામણ કરવામાં આવી હતી.
ઉપરાંત પાલિકા ના સભ્ય પરેશ ગાંધી સંતોષ પટેલ બ્રિજેશ પટેલ સચિન ગાંધી નયન ભાવસાર સુભાષ પટેલ રાજુભાઈ જુમરી વગેરે સભ્યો દ્વારા સામાન્ય સભામાં વિવિધ પ્રશ્નોને લઇ રજૂઆતો કરવામાં આવી હતી જે અંગે અધ્યક્ષ પ્રમુખ મયુર ધ્વજ સિંહ ઝાલા દ્વારા સદર રજૂઆતો અંતઃકરણ પૂર્વક જેને ધ્યાને લઈ યોગ્ય નિરાકરણ લાવવા બાહેધરીઆપી હતી પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા પાદરાની વર્ષે 2023/ 24 ના સ્થાનિક વિકાસના કામો પ્રાથમિક માન્યતા બાબતે જિલ્લા આયોજન વડોદરા જન ભાગીદારી થી પેવર બ્લોક સીસી રોડ બનાવવાના કામે ૨૦ ટકા લોક ફાળાની રકમ 43 લાખ ઉપરાંત ની માન્યતા આપી હતી પાદરા હદ વિસ્તારમાં ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ની ગ્રાન્ટમાંથી તેમજ રાષ્ટ્રીય પર્વની ઉજવણીની ગ્રાન્ટમાંથી આમ બંને ગ્રાન્ટ માંથી કમ્પાઉન્ડ હોલો તેમજ પંપ રૂમમાં સમય મર્યાદા વધારી આપવા નિર્ણય કર્યો હતો સામાન્ય સભામાં એજન્ડા પરના 18 ચેર પરના 10 મળી 28 જેટલા કામોને સભ્યોએ નગરના વિવિધ વિકાસના કામોને સર્વાનુમતે મંજુર કર્યા હતા સામાન્ય સભામાં બે સભ્યો ગેરહાજર રહ્યા હતા જ્યારે બાકીના તમામ સભ્યો હાજર રહ્યા હતા પાદરા નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં એજન્ડા પરના તમામ કામો મામા અને ભાજપ જૂથ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા.
પાદરા વિધાનસભાની ચૂંટણી બાદ આજરોજ પાદરા પાલિકા ની ત્રીજી સામાન્ય સભામાં મામાજૂથના સભ્યો દ્વારા નગરના વિવિધ વિકાસના કામો અંગે સામાન્ય સભામાં સૌ પ્રથમ વખત રજૂઆતો કરવામાં આવી હતી અગાઉની મળેલી બંને સામાન્ય સભામાં કોઈ વિરોધ રજૂઆતો થવા પામી નહોતી પરંતુ એજન્ડા પરના તમામ કામો સરવાળો મતે મંજૂર થવા પામ્યા હતા. આજે સામાન્ય સભામાં ચાલી હોયતેમ લાગતું હતું પાદરા વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં ટિકિટ નહીં મળતા દીનુ મામાએ ભાજપમાં બળવો કરી અપક્ષ ચૂંટણી લડ્યા હતા જેમાં મામા ના સમર્થનમાં 14 જેટલા નગરપાલિકાના સભ્યોએ દીનુ મામાને સમર્થન આપતા ભાજપએ પક્ષમાંથી સસ્પેન્ડ કરતા હાલમાં પાદરા નગરપાલિકામાં ભાજપમાં ચૈતનસિંહ ઝાલા બાપુ જૂથ તેમજ સમર્થન આપનાર મામા જૂથ બે ભાગ પડી ગયા છે ત્યારે વિધાનસભાની ચૂંટણીની બાદ પાદરા પાલિકા ની ત્રીજી સામાન્ય સભા આજરોજ પાદરા પાલિકા સભાખંડમાં પાલિકા પ્રમુખ મયુર ધ્વજ સિંહ ઝાલા ના અધ્યક્ષ સ્થાને મળી હત જેમાં મામા જૂથ દ્વારા નગરના વિવિધ વિકાસના કામો અંગે સામાન્ય સભામાં સૌપ્રથમ વખત જોરદાર રજૂઆતો કરવામાં આવી હતી પણ જોકે રજૂઆત અંગે પાલિકા પ્રમુખ મયુર ધ્વજ સિંહ ઝાલાએ રજૂઆતો અંતઃકરણ પૂર્વક ધ્યાને લઈયોગ્ય નિરાકરણ લાવવા બાહેધરીઆપી હતી અગાઉની બંને સામાન્ય સભામાં મામા જૂથ દ્વારા રજૂઆતો થવા પામી હતી ન હતી પરંતુ સર્વા નું મતે પરંતુ એજન્ડા પરના તમામ કામો કરવાનું સર્વનું મતે મંજૂર કરવામાં આવ્યા હતા