વડોદરા જિલ્લા એસોજી પોલિસે બાતમીના આધારે પાદરા તાલુકાના સાધી ગામેથી શોટગન બંધુક અને જીવતા કારતુસ સાથે ત્રણ ની સામે ગુનો નોધી બે આરોપીઓની ધરપકડ કરી એક ફરાર ની ધરપકડ ના ચક્રો ગતિમાન કર્યા છે
વડોદરા જીલ્લા એ સો જી ટીમ પાદરા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમ્યાન બાતમી મળી હતીકે
સાધી ગામે રહેતો મહેબૂબ ખાન કેસરખાન પઠાણ તથા ઇનાયત ઉસ્માન ઘાંચી સરસવણી ગામ તરફ થી બાઇક ઉપર સાધી ગામ તરફ આવી રહ્યા છે તેમની પાસે બાર બોરની શોર્ટગન બંધુક ગેરકાયદેસર વગર લાયસન્સ લઈને આવી રહ્યા છે તે બાતમીના આધારે સાધી , રનું રોડ ઉપર વોચ ગોઠવી બે આરોપી
મહેબૂબ અને ઇનાયત ને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી બાર બોરની શોર્ટગન બંધુક એક જીવતો કારતુસ પકડી પાડી ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધી બેની ધરપકડ કરી છે જ્યારે ત્રીજો આરોપી જાફર બાપુ રહે વડોદરા ફરાર છે તેની. ધરપકડ ના ચક્રો ગતિમાન કર્યા છે
તેમની પાસે થી કુલ મુદ્દા માલ
શોર્ટગન ૩૦, ૦૦૦હજાર કારતુસ એક ૫૦ રૂપિયા
મોટર સાયકલ ૨૦ હજાર
મોબાઈલ ફોન નંગ ૨,૧૦ હજાર
થેલી
બંધુક મૂકવાનું કવર ૬૦ હાજર ૫૦ રૂપિયા નો કુલ મુદ્દામાલ કબ્જે કર્યો છે આ બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે
માતૃ રક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા




