ગોપાલ ચાવડા પાદરા
પાદરા જંબુસર રોડ, અભોર ચોકડી ખાતે ટ્રક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત
ત્રણનાં ઘટનાં સ્થળે મોત
_____________
ફોર લેન રોડ બન્યો હોત ટો આ ઘટના ન બની હોત
_________________
પાદરા જંબુસર અક્સ્માત ઝોન રોડ
ફોર લેન માટે તંત્ર, સરકાર મહુરત જોવ છે
_________________
પાદરા જંબુસર રોડ અભોર પાશે વહેલી સવારે ભયંકર રોડ અક્સ્માત બનવા પામ્યો છે જેમાં ટેનકર અને ટ્રક સામસામે અથડાતાં ત્રણ વ્યકિત જે ટેન્કર અને ટ્રક નાં ચાલક અને ક્લીનર નું અકસ્માતમાં ઘટના સ્થળે વાહનમાં આગ ભભુકી ઉઠતા લાશ ઓળખી ન શકાય તેવી હાલત થઈ ગઈ હતી
જેમાં ઘટના સ્થળે વડુ પોલિશ દોડી જઇને કાર્યવાહી કરી હતી
જેમાં બચી ગયેલ એક વાહન નાં કર્મચારી નાં કહેવા પ્રમાણે ટ્રક માં ટાઇલશો હતી જે મોરબી થી મુંબઈ જઈ રહી હતી જ્યારે ટેનકર ઓઇલ ની હતી જે ખાલી હતી
જેમાં મૃતકોમાં ટેનકર નાં બે કર્મચારી હતાં અને ટ્રકનો ચાલાક હતો જે ઘટના સ્થળે જ મૃત્યું પામ્યા છે પોલિશ મૃતકોની ઓળખના પુરાવા એકત્ર કરિ રહેલ છે અને ત્રણે લાશ નું પોસ્ટ મોર્ડમ માટે વડુ સરકારી હોસ્પિટલ માં લઈ ગયા છે જયારે ઍક ઇજા ગ્રસ્ત ની સારવાર માટે હોસ્પિટલ માં દાખલ કરેલ છે અત્રે ઉલેખનિયછે કે પાદરા જંબુસર રોડ અકસ્માત ઝોન બની ગયો છે દર વર્ષે બશો થી વધુ અક્સ્માત થાય છે અને અનેક પરિવારના દીપક બુઝાઈ જાય છે અનેક લોકો કાયમ માટે અપંગ બની જાય છે
આ અંગે છેલા ૨૦વર્ષ થી વડોદરા પાદરા , જંબુસર રોડ ફોર લેન માટે માગણીઓ થાય છે વડાપ્રધાન શ્રી મુખ્ય મંત્રી હતા ત્યારે પણ હૈયા ધારણ આપી હતી વિજય રૂપાણી મુખ્ય મંત્રી હતા ત્યારે જાહેરાત કરવામાં આવી હતી ફોર લેન ની, ગત વિધાન સભા નાં પાદરાના સદસ્ય કોંગ્રેસ નાં જસપાલ સિહે મંજૂરીના ફટાકડા અને રેલી કાઢી પેડા વહેંચ્યા હતાં ફોર લેન રોડ ની મંજૂરીના ત્યાર બાદ નવી વિધાન સભા નાં ભાજપ નાં ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા દ્રારા પણ રજૂઆતો થઈ છતાં કેમ રોડ નું કામ ચાલુ થતું નથી તે પ્રજાને સમજાતું નથી
આ અંગે શું તાલુકાની પ્રજા ને રજૂઆત કરવાં રોડ ઉપર આવવું પડશે?
તેં પ્રકાર ની ચર્ચાએ જોર પકડ્યું છે
ગોપાલ ચાવડા પાદરા