પાદરા ગોપાલ ચાવડા
પાદરા ગાયત્રી મંદિર પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ
શ્રધ્ધા ભક્તિ સાથે પુર્ણ થયો
============
૫ દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો, યજ્ઞ, પૂજા, પ્રાણ પ્રતિષ્ઠા , કાર્યક્રમો યોજાયા
_____________
ગાયત્રી માતા , સાવિત્રી માટે, કુંડલીની માતા, ની મૂર્તિઓ પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી
________________
કાત્યાયની માતા , શનિદેવ ની મૂર્તિઓની સ્થાપના નવી કરવામાં આવી
_________________
પાદરા ગાયત્રી મંદિર અંદાજીત ત્રણ કરોડ નાં ખર્ચે નૂતન ભવ્ય મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે જેમા ૫ દિવસ નાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતુ
આ સમગ્ર કાર્યક્ર્મ શેરખી ગાયત્રી ઉપાસક પૂ હર્ષદ બાપા નાં સંપૂર્ણ માર્ગદર્શન મા યોજ્યો હતો , વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વીધી વિધાન સહિત શાસ્ત્રોકત વિધિ સહિત આયોજન કરવામાં આવ્યું હતું મંગળવારે તમામ મૂર્તિઓ ની સ્થાપના કરવામાં આવી હતી જેમાં કાત્યાયની માતા અને શનિ દેવ ની મૂર્તિઓ નવી હતી જયારે ગાયત્રી માતા , સાવિત્રી માતા , કુંડલીની માતા, વગેરે ની પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી સાંજે મહા પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું
આમ જર્જરિત થયેલ મંદિર ઉતારીને નૂતન ભવ્ય મંદિર નું નિર્માણ સંપન્ન કરવામાં આવ્યું છે