પાદરા
મુખ્ય મંત્રી કૃષિ યાંત્રિકરણ યોજના અંતર્ગત પાદરા તાલુકાના ૩૯૦ જેટલા ખેડૂતોના કૃષિ સાધનોની ચકાસણીનો કેમ્પ યોજાયો હતો, જેમાં ખેડૂતો ના વિવિધ સાધનો માટે મડવાપત્ર લાભાર્થી ખેડૂતોને સબસીડીની સહાય આવનાર દિવસોમાં ચુકવણી કરાવવામાં આવશે આ કેમ્પમાં પાદરાના ધારાસભ્ય સહિત ખેતીવાડીના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા
મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકરણ યોજના અંતર્ગત રાજ્યમાં ખેડૂતોને પૂર્વ મંજૂરી સાથે કૃષિ સાધનો માટે સબસીડી ની ચુકવણી કરવામાં આવે છે જે અંગેની યોજના ખેતીવાડી શાખા દ્વારા આપવામાં આવે છે
વડોદરા જિલ્લા પંચાયત ના ખેતીવાડી શાખા દ્વારા માનનીય મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકરન યોજના અંતર્ગત ચાલુ વર્ષે પાદરા તાલુકામાં ખેડૂતોના ખેતીના માટે ના ૩૯૦ સાધનો ને પૂર્વ મંજૂરી આપવામાં આવી હતી જેથી સાધનોની ચકાસણી અંગેનો ચકાસણી કેમ્પ પાદરા ખાતે યોજાયો હતો જેમાં ૩૯૦ જેટલા કૃષિ સાધનો જેમાં રોટાવેટર, કલ્ટીવેટર, પલાઉ, પાવર થ્રેસર, સહિત ના અનેક સાધનો માટે ખેડૂતોએ પોતાના સાધનો ના સબસીડી માટે અગાઉ ઓનલાઇન અરજી કરી હતી જે સાધન સહાય માટે ચકાસણી કેમ્પ પાદરા પી.પી.શ્રોફ હાઇસ્કુલ ના મેદાન ખાતે યોજયો હતો આ કેમ્પ માં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત ખેતીવાડી અધિકારી એન. એમ. વસાવા તથા મદદનીશ ખેતી નિયામક આશિષ પટેલ તેમજ વિસ્તરણ અધિકારી સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હ
પાદરામાં ૩૯૦ જેટલા ખેડૂતોના કૃષિ સાધનો માટે યોજાયેલા ચકાસની કેમ્પમાં સરકાર તરફથી મળવા પાત્ર સબસીડી ના લાભાર્થી ખેડૂતએ સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો
વડોદરા જિલ્લાના ખેતીવાડી શાખાના અધિકારીઓએ પણ પાદરા તાલુકામાં યોજાયેલા કૃષિ ચકાસણી કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોના કૃષિ સાધનોની ચકાસણી કરી હતી જેઓને આવનાર દિવસોમાં ખેડૂતોને મળવાપાત્ર સહાય પણ તેઓ ના ખાતા માં જમા થશે પાદરા તાલુકા ના કુલ ૩૯૦ જેટલા વિવિધ કૃષિ સાધનો ના લાભાર્થીઓ ના મળવાપાત્ર રૂ.૧ કરોડ ૪૫ લાખ જેટલી સબસીડી રકમ ખેડૂતો લાભાર્થીઓ ના ખાતામાં જમા કરવામાં આવશ